Bhavnagar: શહેર વિકાસ માટે રીંગરોડ અને ટીપી સ્કીમનું નિવારણ લાવવા CMએ આપી સૂચના, અધિકારીઓ સૂચનાઓને ઘોળીને પી ગયા

|

Jun 07, 2022 | 7:09 PM

હાલમાં ભાવનગરમાં (Bhavnagar) રીંગરોડના અભાવને કારણે અકસ્માતો સતત વધતા જાય છે. ભાવનગર શહેરનો વિકાસ અટકીને પડ્યો છે છતાં રિંગ રોડના માટે ભાજપના શાસકોના પેટનું પાણી હલતું નથી.

Bhavnagar: શહેર વિકાસ માટે રીંગરોડ અને ટીપી સ્કીમનું નિવારણ લાવવા CMએ આપી સૂચના, અધિકારીઓ સૂચનાઓને ઘોળીને પી ગયા

Follow us on

ભાવનગર (Bhavnagar) શહેરના વિકાસ માટે રીંગરોડ અને ટીપી સ્કીમ બંને અતિ આવશ્યક છે, પરંતુ ભાવનગર માટે દુઃખની વાત એ છે કે મોટા ભાગની ટીપી સરકારમાં ધૂળ ખાય છે અને રીંગ રોડ આગળ વધતો નથી. અગાઉ મુખ્યમંત્રી સાથેની મનપાના (Bhavnagar Corporation)  શાસકો સાથેની સમીક્ષા બેઠકમાં ટીપી સ્કીમ અને રીંગ રોડ ભાવનગર માટે મુખ્યમંત્રીએ વહેલી તકે નિવારણ લાવવા સંબંધિતોને સુચના આપવામાં આવી હતી પણ આ સૂચનાઓને શાસકો અને અધિકારીઓ ઘોળીને પી ગયા છે. હાલમાં ભાવનગરમાં રીંગરોડના અભાવને કારણે અકસ્માતો સતત વધતા જાય છે. ભાવનગર શહેરનો વિકાસ અટકીને પડ્યો છે છતાં રિંગ રોડ માટે ભાજપના શાસકોના પેટનું પાણી હલતું નથી. જ્યારે ટીપી સ્કીમ અને રીંગરોડને લઈને વિપક્ષ દ્વારા શાસક પક્ષ ઉપર ભાવનગરમાં વિકાસના કામો ન કરવાની નીતિનો આક્ષેપ કર્યો હતો.

રાજ્ય સરકાર વિકસિત ગુજરાતની મોટી મોટી વાતો કરે છે. છેવાડાના ગામડાઓ સુધી રોડ બનાવવાના મોટા મોટા દાવા કરે, શહેરોને સ્માર્ટ બનાવવાના સપના દેખાવાડમાં આવે છે, ટીપી સ્કીમની જાહેરાત કરે, પરંતુ જે શહેરથી શિક્ષણ પ્રધાન આવે. જે શહેરે અનેક સાંસદો અને પ્રધાનો આપ્યા તે શહેર ભાવનગર વિકાસથી વંચિત છે. ભાવનગર વિકાસ માટે વલખા મારી રહ્યું છે. કેમ કે, ભાવનગરમાં રિંગરોડનો અભાવ છે. દુઃખની વાત એ છે કે મોટાભાગની ટીપી સરકારમાં ધૂળ ખાય છે છતાં રીંગ રોડ આગળ વધતો નથી. રિંગરોડ ન હોવાના કારણે શહેરમાં ટ્રાફિક વધે છે. અકસ્માતનું જોખમ રહે છે. વિકાસ અટકી ગયો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભાવનગરના વિકાસ માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે 256 કરોડની જાહેરાત કરી છે. હાલમાં કામ ત્યાનું ત્યાંજ છે. ત્યારે શાસક પક્ષ એટલે કે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમીટિના ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ ટૂંક સમયમાં જ કામ શરૂ કરવાનો દાવો કર્યો છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ભાવનગરમાં રીંગરોડ 2010માં મંજૂર થયો છે પણ મનપાના શાસકો સાથે અને અધિકારીઓ સૂચનાઓ ધોળીને પી ગયા છે. મુખ્યપ્રધાનો બદલાઈ ગયા. અનેકવાર વિરોધ થયો પણ રિંગરોડનું કામ આગળ વધતું જ નથી. ત્યારે ચૂંટણી પહેલા રિંગરોડ શરૂ થાય તો ભાવનગરની અનેક સમસ્યા હલ થશે અને વિકાસ પૂરપાટ થશે.

Next Article