Bhavnagar: કચેરીમાં લાલીયાવાડીથી અરજદારોને હાલાકી! ગોકળ ગતીએ કામ થતા ગ્રામ્ય વિસ્તારથી આવતા લોકોને પડે છે ધક્કા

ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva) ખાતે તાલુકા સેવા સદન કચેરીમાં તંત્રના અંધેર વહીવટના કારણે અરજદારો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આવક, જાતિના દાખલા કે રેશનકાર્ડ માટે આવેલા અરજદારોને કલાકો સુધી કતારમાં ઉભું રહેવું પડે છે. તાલુકા પંચાયત કચેરીમાં સેંકડો અરજદારો આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 4:55 PM

Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva) ખાતે તાલુકા સેવા સદન કચેરીમાં તંત્રના અંધેર વહીવટના કારણે અરજદારો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આવક, જાતિના દાખલા કે રેશનકાર્ડ માટે આવેલા અરજદારોને કલાકો સુધી કતારમાં ઉભું રહેવું પડે છે. તાલુકા પંચાયત કચેરીમાં સેંકડો અરજદારો આવે છે. તેમ છતા માત્ર એક બારી પર જ દાખલાઓ કાઢી આપવામાં આવે છે. અરજદારોએ રોષપૂર્વક રજૂઆત કરતા બે બારીઓ પર કામ શરૂ થયું છે. છતા પણ બે બારીઓમાં પણ મંદ ગતીએ કામ ચાલતું હોવાથી અરજદારો લાંબી કતારમાં ઉભવા મજબુર છે.

પોલીસ સકંજામાં અપહરણકારો

ભાવનગરમાંથી નકલી પોલીસે વરતેજ GIDC માંથી સિવિલ એન્જિનિયર યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવી હતી. આ નકલી પોલીસ બનીને આવેલા 4 અપહરણકારોને ક્રાઇમ બ્રાંચે સિદસર રોડ પાસેથી ઝડપી લીધા હતા. અપહરણકારોએ એન્જિનિયર યુવક પાસેથી 4 કરોડની ખંડણી માંગી હતી. આ ઘટનામાં પોલીસે અપહરણ કરનારા ભાવનગરના જ 4 આરોપી દ્વિપાલ સોલંકી, મિતુલ રાઠોડ, નિકુંજ રાઠોડ, પિયુષ મકવાણાની ધરપકડ કરીને તેમના વિરૂદ્ધ વિરોધ ગુનો નોંધાયો હતો. પોલીસે આ ભેદને ઉકેલવા ટેકનિકલ સેલ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને સીદસર રોડ પરથી પકડી પાડવામાં આવ્યા હતા. એ.એસ.પી સફિન હસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આર્થિક ભીંસમાં હોવાના કારણે ગુનેગારો દ્વારા અપહરણના ગુનાને અંજામ આપી પૈસાની માંગ કરવામાં આવી હતી

આ રીતે થયું હતું  એન્જિનિયર યુવકનું અપહરણ

સમગ્ર ઘટના એવી હતી કે ભાવનગર શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા મિલન શાહ સિવિલ એન્જિનિયર તરીકે વરતેજ જીઆઇડીસીમાં કામ કરે છે તેઓ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીની બાંધકામની સાઇટ પરથી બપોરના સમયે પોતાની કાર પરત ફરતા હતા ત્યારે વરતેજ પોલીસ સ્ટેશન નજીક અપહરણકારો પોલીસ લખેલી કારમાં આવ્યા હતા. મિલનભાઈને આતર્યા હતા અને પોલીસ સ્ટેશન આવવાનું છે કહીને તેમનું અપહરણ કર્યું હતું બાદમાં તેમને છરી બતાવીને મિલનભાઈના પર્સ, મોબાઇલ અને કારની ચાવી ઝૂંટવી લીધી હતી. તેમજ તેમની પત્નીને મારી નાખવાની ધમકી સાથે 4 કરોડની ખંડણી માંગી હતી. એટલે મિલનભાઈએ કહ્યું હતું કે તાત્કાલિક આટલી મોટી રકમની સગવડ નહીં થાય તો અપહરણકારોએ 18 લાખમાં પતાવટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર બાદ અપહરણકારો મિલન શાહને કલોલ તથા મહેસાણાની આસપાસ લઈ ગયા હતા અને ત્યારે ચાર પૈકી એક આરોપીના ફોનમાં કોઈનો ફોન આવતા મિલન શાહ પાસેથી 8,000 રૂપિયા અને મોબાઇલ ઝૂંટવીને મહેસાણા સિવિલ પાસે મિલનભાઇને છોડી દીધા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">