ગુજરાતના ભાવનગર(Bhavnagar)માં પીવાના પાણીનો પ્રશ્ન મહદઅંશે હલ થશે. જેમાં હવે નર્મદાના નીરને બોરતળાવ(Bortalav) માં ઠાલવવાની યોજના કાર્યરત થઈ ચૂકી છે. જેના પગલે ભાવનગરમાં પીવાના પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બની જશે. જેમાં 146 કરોડના ખર્ચે સૌની યોજના અંતર્ગત પાઇપ લાઇનના માધ્યમથી નર્મદાના નીર લાવવામાં આવ્યા છે. ભાવનગર શહેરના 10 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં બોર તળાવ મહત્વનો જળ સ્ત્રોત છે. તેમજ બે વર્ષ અગાઉ 53 કિલોમીટર લાંબી લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેનું આજે ઇ લોકાર્પણ સીએમ રૂપાણી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું.
દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. ભાવનગર શહેર અને આસપાસના ગામો માટે આવનારા દિવસોમાં પાણી પ્રશ્ન હવે ભૂતકાળ બની જશે, શહેરની જીવાદોરી સમાન ગૌરીશંકર બોરતળાવને માં નર્મદાના નવા નીરથી છલોછલ કરી દેવામાં આવ્યું છે,
ગુજરાતમાં રૂપાણી સરકારના સુશાસન ને પાંચ વર્ષ પૂર્ણ થતાં આજે વિવિધ યોજનાઓના કરોડો રૂપિયાના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત સૌની યોજના થકી ધોળા વીકળીયા થી બોરતળાવ સીદસર સુધી ભૂગર્ભ પાણીની લાઈન 146 કરોડ રૂપિયાના ખર્ચે નાંખવામાં આવી છે, જેનું કામ પૂર્ણ થતાં આજે બોરતળાવમાં નર્મદાનું પાણી વહેતું કરી દેવામાં આવ્યું હતું.
જેનાથી બોરતળાવની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના અર્થાત પ્રયત્નો થકી નર્મદા નવા નીર થી બોરતળાવને છલોછલ કરવામાં આવ્યું, 53 કિલોમીટરની ભૂગર્ભ નર્મદાના પાણીની લાઈન થી ભાવનગર કોર્પોરેશનને આવનારા સમયમાં દસ કરોડ રૂપિયાનો સીધો જ ફાયદો પહોંચશે, ભાવેણાવાસીઓ માટે પણ આવનારા દિવસોમાં પાણીની જટિલ સમસ્યા પર પુર્ણવિરામ લાગી જશે.
હાલ બોરતળાવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, બોરતળાવને સુશોભિત કરી લાઇટ ડેકોરેશનથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આજે વિધિવત રીતે નર્મદાના નવા નીરના વધામણા કરી પૂજા કરી હતી તેમજ ભાવનગરના મહારાજા ને પણ યાદ કરી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જિતુભાઇ વાઘાણી ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા તેમજ ભાવનગર કલેકટર, કમિશનર, સહિત ભાજપનાં કોર્પોરેટર તેમજ યુવા મોરચાના પ્રમુખ અને બહોળી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદાનાં નીરને ફૂલહારથી વધાવ્યા હતા.
આ પણ વાંચો : Surat: રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ ચોથા દિવસે પણ યથાવત, કહ્યું માંગણીઓ સ્વીકારાશે તો જ હડતાળ સમેટાશે
આ પણ વાંચો : Gujarat માં શુકવારે રેકોર્ડ બ્રેક રસીકરણ, 5 લાખ 93 હજાર લોકોને રસી અપાઈ
Published On - 1:48 pm, Sat, 7 August 21