AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: મહુવામાં વીજ કરંટ લાગતા 3 માસૂમ બાળકોના મોત

બાળકોને કરંટ લાગવાની જાણ થતા જ આજુબાજુના વાડીના લોકો ત્યાં દોડી આવ્યા હતા, પરંતુ કરંટ ભારે હોવાથી બાળકોના ત્યાં જ મૃત્યુ થઈ ગયા હતા.  સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વીજળીનો વાયર ખુલ્લો હોવાથી બાળકો તેનો ભોગ બન્યા હતા. 

Bhavnagar: મહુવામાં વીજ કરંટ લાગતા 3 માસૂમ બાળકોના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 11:38 PM
Share

ભાવનગર જિલ્લાના મહુવામાં વીજ કરંટ લાગતા 3 માસૂમ બાળકોના મોત થઈ ગયા હતા. બાળકોના આ પ્રકારે આકસ્મિક મોતથી સમગ્ર પરિવાર આઘાતમાં ડૂબી ગયો હતો તેમજ ગામમાં પણ શોકનો માહોલ પ્રસરી ગયો હતો. મહુવા તાલુકાના દાઠા ગામ પાસે આવેલા કાટકડા ગામમાં  3 બાળકો શાળાએથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બાજુની વાડીમાંથી તેમને ઈલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો.

બાળકોને કરંટ લાગવાની જાણ થતા જ આજુબાજુના વાડીના લોકો ત્યાં દોડી આવ્યા હતા, પરંતુ કરંટ ભારે હોવાથી બાળકોના ત્યાં જ મૃત્યુ થઈ ગયા હતા.  સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વીજળીનો વાયર ખુલ્લો હોવાથી બાળકો તેનો ભોગ બન્યા હતા. બાળકોને  જ્યારે હોસ્પિટલમાં  લઈ જવામાં આવ્યા, ત્યારે ફરજ પરના તબીબે બાળકોને મૃત જાહેર કર્યા હતા.

મૃત્યુ પામેલા ત્રણ માસૂમ બાળકોના નામ

1 કોમલ મગનભાઈ ચોહાણ (ઉં.વ 12)

2 નૈતિક કનુભાઈ જંબુચા (ઉં.વ 12)

3 પ્રિયંકા કનુભાઈ જંબુચા (ઉં.વ 12)

બીજી તરફ ભરૂચ જિલ્લાના જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતા 6 મહિનાની બાળકી સહિત માતા પુત્રીનું કરુણ મોત થયા  હતા. ભરૂચ જિલ્લામાં સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે ઘણા વિસ્તારોમાં માવઠું પણ થયું હતું. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે તેજ પવન ફુંકાયો હતો.

આકાશમાં ધૂળની ડમરીઓ ઊડતી નજરે પડી હતી જયારે પવનના કારણે મકાનોના પતરાં પડવાની અને વૃક્ષઓ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતા 6 મહિનાની બાળકી સહીત માતા પુત્રીનું કરુણ મોત નીપજ્યું હતું. નર્મદા નદીમાં માછીમારી કરવા ગયેલા માછીમારો પણ પવનના કારણે ફસાયા હતા જોકે સદનશીબે તમામ હેમખેમ કિમારે પરત ફરવામાં સફળ રહ્યા હતા.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">