ભાવનગરથી મુંબઈની વિમાની સેવા 5મી મેથી શરૂ થશે, અઠવાડિયામાં 6 દિવસ ફ્લાઈટ મળશે

|

Apr 26, 2022 | 9:34 AM

ભાવનગરથી મુંબઈ જવા માટે ફલાઈટ સવારના 9:50 વાગ્યે ઉપડશે અને મુંબઇ ખાતે સવારના 10:55 વાગ્યે પહોંચશે. જ્યારે મુંબઈથી રિટર્ન ભાવનગર માટે 13 વાગ્યે ઉપડશે અને 14 વાગ્યે ભાવનગર પહોંચશે.

ભાવનગર (Bhavnagar) ના લોકો માટે સારા સમાચાર એ છે કે આગામી 5 મી મેથી ભાવનગર-મુંબઈ (Mumbai) વચ્ચે વિમાની (flight) સેવા શરૂ થવા જઈ રહી છે. સ્પાઈસ જેટ (Spice Jet)  દ્વારા ઓફિસીયલ એનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે અને આ રૂટ પર બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ભાવનગરથી મુંબઈ જવા માટે ફલાઈટ સવારના 9:50 વાગ્યે ઉપડશે અને મુંબઇ ખાતે સવારના 10:55 વાગ્યે પહોંચશે. જ્યારે મુંબઈથી રિટર્ન ભાવનગર માટે 13 વાગ્યે ઉપડશે અને 14 વાગ્યે ભાવનગર પહોંચશે. ગત માર્ચ મહિનાથી એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ દ્વારા ભાવનગરથી મુંબઈની વિમાની સેવા બંધ કરવામાં આવી હતી અને તેવા સમયે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, શીપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. વગેરેએ નેતાઓને રજૂઆત કરી હતી.

સાંસદ ભારતીબેન અને કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયાના પ્રયાસોને લીધે ભાવનગરને મુંબઈની ફ્લાઈટ મળી રહી છે. ભાવનગર-મુંબઇનું શરૂઆતનું ભાડુ 3563 રૂપિયા અને ભાવનગર-પૂનાનું શરૂઆતનું ભાડુ 3069 બૂકિંગ શરૂ થયુ ત્યારે છે, જેમ જેમ ફ્લાઇટનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ ભાડામાં વધારો થતો રહે છે.

ભાવનગર-મુંબઈ માટેની દૈનિક ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે જે શનીવારના રોજ બંધ રહેશે આમ અઠવાડિયામાં 6 દિવસ ઓપરેટ થશે. સ્પાઇસ જેટ દ્વારા બૂકિંગ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને બૂકિંગ શરૂ પણ થઇ ચૂક્યુ છે.

આ પણ વાંચોઃ જામનગરઃ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીશિન કેન્દ્રને ઝંડુ ભટ્ટનું નામ આપવામાં આવે તેવી વડાપ્રધાન પાસે માંગણી

આ પણ વાંચોઃ Rajkot: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું મોટું નિવેદન, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે

Published On - 9:33 am, Tue, 26 April 22

Next Video