BHAVNAGAR : 28 શાળાઓમાં રમત ગમતના સાધનો ધૂળ ખાઇ છે, છેલ્લા 3 વર્ષથી 14 લાખના સાધનો સીલ બંધ

|

Aug 12, 2021 | 8:18 PM

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂર્વ વિધાનસભા વિસ્તારની 18 શાળાઓમાં રમત ગમતના સાધનો માટે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા રૂ.14 લાખની ગ્રાન્ટ ફાળવી હતી.

BHAVNAGAR : 28 શાળાઓમાં રમત ગમતના સાધનો ધૂળ ખાઇ છે, છેલ્લા 3 વર્ષથી 14 લાખના સાધનો સીલ બંધ
Sports equipment in 28 schools is dusty

Follow us on

BHAVNAGAR : હાલમાં જ રમાયેલી ઓલિમ્પિક ગેમમાં ભારતના 7 રમતવીરોએ દેશનું ગૌરવ વધાર્યું હતું. અને, આ વખતેના ઓલિમ્પિક રમોત્સવ બાદ રમતગમતનું મહત્વ ઘણું છે તેવું લોકોને સમજાયુ. ત્યારે ભાવનગરમાં શિક્ષણ સમિતિની 28 શાળાઓમાં છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી 14 લાખના રમત ગમતના સીલબંધ સાધનો ધૂળ ખાઇ રહ્યાં છે.

સાધનો ખરીદી વખતે ગેરરીતિનો આક્ષેપ થતા કમિશનરે વર્ક ઓર્ડર પણ રદ કર્યા છે. છતાં એજન્સી દ્વારા પણ સાધનો શાળામાંથી પરત લઇ જવાતા નથી. અને, નજર સામે હોવા છતાં બાળકો પણ તેનો ઉપયોગ કરી શકતા નથી કે મહાનગરપાલિકા દ્વારા પણ આ વિવાદનો નિવાડો લાવતા નથી. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂર્વ વિધાનસભા વિસ્તારની 18 શાળાઓમાં રમત ગમતના સાધનો માટે ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા રૂ.14 લાખની ગ્રાન્ટ ફાળવી હતી.

અને તેમાંથી દરેક શાળામાં 50 – 50 હજાર ના સાધનો ખરીદવા માટે જુદી જુદી પાર્ટીઓ પાસેથી ત્રણ ભાવ લઈ ગઈ માર્ચ 2018 મા સાધનોની ખરીદી પણ કરી હતી. પરંતુ વર્ક ઓર્ડરમાં ગેરરીતિના આક્ષેપ થયા હતા. જેને કારણે ધારાસભ્ય વિભાવરી દવે દ્વારા વિજલન્સની તપાસના આદેશ પણ આપાયા હતા. અને કમિશનર દ્વારા વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવેલ, કમિશનર દ્વારા વરકોર્ડર રદ કરવા છતાંય ધારાસભ્યની ગ્રાન્ટ પણ પરત લઈ લેવા છતાંય આજની તારીખે પૂર્વ વિધાનસભા વિસ્તારની 28 શાળાઓમાં 14 લાખના રમત ગમતના સાધનો શાળામાં પડ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

એજન્સીને જાણ કરવા છતાંય એજન્સી સાધનો પરત લઇ જતી નથી અને મામલો કોર્ટે ચડ્યો છે. હાલતો આ તમામ 28 શાળાઓમાં રમતગમત ના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. કદાચ કોર્ટ નો નિર્ણય આવે તે પહેલાં આ સાધનો ખરાબ થઈ જાય અને રમી ના શકાય તેવી સ્થિતીમાં આવી જાય તેવું પણ બને ત્યારે રાજકીય બુદ્ધિજીવી માણસોએ આ ગુંચમાં મધ્યસ્થી કરી યોગ્ય નિવાડો લાવવો જરૂરી છે.

 

આ પણ વાંચો : VADODARA : ભાજપના કાર્યકર ચેતન પટેલ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ નોંધાઇ, વિઝા અપાવવાના બહાને ઠગાઇ આચરી

 

આ પણ વાંચો : Bhavnagar ના પ્રખ્યાત નિષ્કલંક મહાદેવ કોળિયાક દરિયામાં અસ્થિ વિસર્જન માટે કલેકટરને રજૂઆત

Published On - 8:15 pm, Thu, 12 August 21

Next Article