BHAVNAGAR : ત્રીજી લહેરની સંભાવનાને પગલે તંત્રની તૈયારીઓ, બીજી લહેરમાં પડેલી મુશ્કેલી ત્રીજી લહેરમાં નહીં પડે

|

Jul 22, 2021 | 6:54 PM

ગુજરાત સરકાર દ્વારા ત્રીજી લહેર સામે તૈયારીઓના ભાગરૂપે ભાવનગરમાં પણ ત્રીજી લહેર ઈશ્વરની કૃપાથી આવેજ નહિ અને આવે તો ત્રીજી લહેરને માત આપવા જિલ્લા વહીવટી તંત્ર અને સરકારી હોસ્પિટલો અને સ્મશાન સહિત બધાજ લોકોએ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

BHAVNAGAR : ત્રીજી લહેરની સંભાવનાને પગલે તંત્રની તૈયારીઓ, બીજી લહેરમાં પડેલી મુશ્કેલી ત્રીજી લહેરમાં નહીં પડે
Preparations of the system following the possibility of the third wave

Follow us on

BHAVNAGAR : સમગ્ર ભારતભરમાં બીજી લહેરે માનવજાત પર ભારે તબાહી મચાવી હતી. હજુપણ લોકોને બીજી લહેરની વાતો અને કોરોનાના દર્દીઓના દ્રશ્યો હચમચાવી દે છે. ત્યારે યુરોપના દેશોમાં હાલમાં ત્રીજી લહેર તબાહી મચાવી રહી છે. ત્યારે ભારતમાં પણ ત્રીજી લહેર આવવાની નિષ્ણાતો શકયતાઓ બતાવી રહ્યા છે.

ત્યારે ગુજરાત સરકાર દ્વારા ત્રીજી લહેર સામે તૈયારીઓના ભાગરૂપે ભાવનગરમાં પણ ત્રીજી લહેર ઈશ્વરની કૃપાથી આવેજ નહિ અને આવે તો ત્રીજી લહેરને માત આપવા જિલ્લા વહીવટી તંત્ર અને સરકારી હોસ્પિટલો અને સ્મશાન સહિત બધાજ લોકોએ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી લહેરમાં અનેક પ્રકારની ના પહોંચી શકાય તેવી સરકાર અને તંત્ર સામે સમસ્યાઓ આવી હતી. ત્યારે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રીજી લહેર જો ભાવનગરમાં આવે તો આ વખતે લોકોને તાત્કાલિક સારવાર મળે, ઓક્સિજનની સમસ્યા ના સર્જાય, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ વધારવાથી લઈને તમામ વ્યવસ્થા હાલમાં ઉભી કરી દેવામાં આવી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ સિવાય અનેક સંસ્થાઓ અને એનજીઓ પણ તાત્કાલિક મદદમાં આવે તેવું આયોજન પણ થઈ ચૂક્યું છે. ગઈ લહેરમાં ભાવનગરના તમામ સ્મશાનો પર મૃતદેહોની લાંબી લાંબી લાઈનો લાગી હતી અને લાકડા પણ ખૂટી પડયા હતા. ત્યારે હાલમાં સ્મશાનો પર લાકડાનો મોટો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અને ભઠ્ઠીઓ પણ વધારી દેવામાં આવી છે.

ભાવનગરના મહુવા અને પાલીતાણા ખાતે હોસ્પિટલમાં બે નવા ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાયા છે. ભાવનગર કલેકટર દ્વારા ત્રીજી લહેરની શક્યતાઓ છે. ત્યારે લોકોને કોરોના સામે સાવચેતી રાખવા અપીલ કરાઇ છે. અને જો ત્રીજી લહેર આવે તો તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનું જણાવ્યું છે.

ભાવનગરમાં આવેલ સર.ટી.હોસ્પિટલ કોરોનાના સમયમાં આજુબાજુના શહેર અને જિલ્લાઓ બોટાદ, અમરેલી, ઉના, અને ધંધુકાથી કોરોનાના દર્દીઓ સારવાર લેવા આવતા હતા. ત્યારે હાલમાં ત્રીજી લહેરને લઈને સર.ટી.હોસ્પિટલ ખાતે 1200 બેડ કોરોના માટે વધારીને કરી દેવામાં આવી છે. જેમાં 1000 થી વધારે બેડ ઓક્સિજનની સુવિધા સાથે તૈયાર કરાયા છે.

તમામ સ્ટાફને હાલમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો તેની સામે કામ કરવાની નવી ટ્રેનિંગ અપાઈ રહી છે. નવા ઓક્સિજનના બે પ્લાન્ટ એક મિનિટમાં 2 હજાર લીટર ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટ નાખવામાં આવેલ છે. લેપ્રેસિ હોસ્પિટલ માં 125 બેડ તૈયાર છે વધારે 125 જરૂર પડે તો વધારવાની વ્યવસ્થા કરાયેલ છે. એમ્બ્યુલન્સથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરાઇ છે અને ઘટતી સુવિધાઓ ઉભી કરવા તૈયારીઓ શરૂ છે.

Next Article