Bhavnagar : ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ, 36 વર્ષથી એક જ હરિભક્ત તૈયાર કરે છે ભગવાનના વાઘા

|

Jul 04, 2021 | 11:35 PM

ભાવનગર ખાતે 36 મી રથયાત્રાના આયોજનની તૈયારીઓ થઈ રહી છે.જેમાં ભગવાનના વાઘાને લઇને પણ સવિશેષ તૈયારી કરવામાં આવી રહી છે.

Bhavnagar : ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ, 36 વર્ષથી એક જ હરિભક્ત તૈયાર કરે છે ભગવાનના વાઘા
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ

Follow us on

ગુજરાતના કોરોનાની બીજી લહેરમાં કેસમાં  ઘટાડા બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં અનેક સ્થળોએ અષાઢી બીજના રોજ નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Rathyatra) ને લઇને ભક્તોમાં ઉત્સાહ છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ નીકળતી રથયાત્રાને સરકાર મંજૂરી આપશે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે.જો કે તેના પગલે ભાવનગર(Bhavnagar) ખાતે 36 મી રથયાત્રાના આયોજનની તૈયારીઓ થઈ રહી છે.

ભગવાનના વાઘાને લઇને પણ સવિશેષ તૈયારી કરવામાં આવી

ભાવનગરમાં ગયા વર્ષે કોરોનાને લઈને રથયાત્રા નીકળી ન હતી. જ્યારે હાલમાં કોરોનાની ગતિ મંદ પડતા રાજ્ય સરકારની મંજૂરીની અપેક્ષાએ પ્રમાણે રથયાત્રા ના આયોજનની તૈયારીઓ થઈ રહી છે. જેમાં ભગવાનના વાઘાને લઇને પણ સવિશેષ તૈયારી કરવામાં આવી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભગવાનને ખાસ તૈયાર કરેલા વાઘા સાથે જોવાનો  લ્હાવો

ભાવનગર જ્યારથી રથયાત્રા(Rathyatra) શરૂ થઈ ત્યારથી હરજીવનભાઈ દાણીધારીયા નામના ભક્ત ભગવાન જગન્નાથના વાઘા રથયાત્રા માટે ખાસ તૈયાર કરેલ છે. ખાસ સિલ્ક ના કાપડમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ના રંગબેરંગી અને ચમક દમક વાળા ખાસ વાઘા તૈયાર થઇ ચુક્યા છે. રથયાત્રાના દિવસે ભગવાન જગનાનાથને આ વસ્ત્રો પહેરાવી શહેરના રાજમાર્ગો પર લોકોના દર્શન માટે રથયાત્રા પસાર કરાશે, આ દિવસે ભગવાનના દર્શન અને ખાસ કરીને ભગવાનને ખાસ તૈયાર કરેલા વાઘા સાથે જોવાનો એક લ્હાવો છે.

સંપૂર્ણ કોવિડ ની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રથ સહિત તમામ પ્રકારની તૈયારીઓ શરૂ છે. ત્યારે રથયાત્રા સમિતિ ના પ્રમુખ હરુભાઈ ગોંડલીયાના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે કોરોનાને લઈને રથયાત્રા નહોતી  કાઢી શક્યા પરંતુ જો રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો માત્ર રથ અને સાથે 4 થી 5 વાહનો સાથે ભગવાનની જગન્નાથની રથયાત્રાના આયોજનની ગણતરી છે પરંતુ હવે સરકારની મંજુરી પણ એટલીજ મહત્વની છે અને જો મંજુરી આપવામાં આવશે તો સંપૂર્ણ કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે,

આ પણ વાંચો : Monsoon Update : આ રાજ્યોમાં 11 જુલાઇ સુધી પહોંચી શકે છે ચોમાસુ, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરી સક્રિય થવાના સંકેત

આ પણ વાંચો : Odisha : યાત્રાધામ જગન્નાથ પુરી ખાતે ટૂંક સમયમાં બનશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લોકો વર્ષ 2022-23 થી લાભ લઈ શકશે

Published On - 10:57 pm, Sun, 4 July 21

Next Article