Bhavnagar જિલ્લા પંચાયતની સામાન્ય સભામા તાઉતે વાવાઝોડાના સર્વેમાં ખેડૂતોને અન્યાયનો મુદ્દો ઉછળ્યો

|

Sep 02, 2021 | 9:39 PM

ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખે એમ પણ કહ્યું હતું કે ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો સાથે રાગદ્વેષ રાખવામાં આવે છે. આ મામલે તેમને નોટિસ આપતો ઠરાવ સર્વાનુમતે કરી સરકારમાં મોકલવામાં આવશે

Bhavnagar જિલ્લા પંચાયતની સામાન્ય સભામા તાઉતે વાવાઝોડાના સર્વેમાં ખેડૂતોને અન્યાયનો મુદ્દો ઉછળ્યો
Bhavnagar District Panchayat General Meeting Raise Issues of Injustice to Farmers in Tauktae Survey

Follow us on

ભાવનગર જિલ્લા પંચાયતની ગુરુવારે મળેલી સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપે અને ખુદ જિલ્લા પંચાયત પ્રમુખે જાણે કે વિપક્ષ ની ભૂમિકા ભજવી હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સભામાં સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ અપૂરતા મળતા હોવાની વાત ખુદ જિલ્લા પંચાયત પ્રમુખે સ્વીકારી અધિકારીઓને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે સભ્યોને જવાબ યોગ્ય મળવા જોઈએ જિલ્લા પંચાયત માં આમ નહીં ચલાવી લેવાય.

જ્યારે પ્રમુખે એમ પણ કહ્યું હતું કે ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો સાથે રાગદ્વેષ રાખવામાં આવે છે. આ મામલે તેમને નોટિસ આપતો ઠરાવ સર્વાનુમતે કરી સરકારમાં મોકલવામાં આવશે આમ આજની સભામાં શાસક અને વિપક્ષ બન્ને મળી અધિકારીઓ ઉપર વરસ્યા હતા. જયારે પ્રમુખે પણ સ્વીકાર્યું હતું કે ખેડૂતો પાયમાલ થયા છે.

ભાવનગર જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીના સભ્યો અધિકારીઓ પર વરસ્યા હતા, આ સભામાં અધિકારીઓ દ્વારા અપાતા અપૂરતા જવાબ અને ઢીલી કામગીરી સામે ખુદ જિલ્લા પંચાયત પ્રમુખ પણ રોષે ભરાયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ભરતસિંહ ગોહિલની અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં સભ્યો દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબ અપૂરતા મળતા સભ્યો રોષે ભરાઈ તેની રજુઆત અધ્યક્ષને કરતા ખુદ અધ્યક્ષ પણ અકળાઈ ઉઠયા હતા. જિલ્લા પંચાયતની બિલ્ડીંગોની સંખ્યા તેમજ તાઉતે વાવાઝોડામાં સર્વેમાં ખેડૂતોને થયેલ અન્યાય તેમજ આરોગ્ય વિભાગમાં ખરીદીના મુદ્દામાં ભારે ગરમ ગરમી જોવા મળી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખે પણ સ્વીકાર્યું હતું કે વાવાઝોડાના સમયમાં ખેડૂત પાયમાલ થઇ ગયો છે. પ્રમુખ એ ખેતીવાડી અધિકારી જવાબ આપતા હતા ત્યારે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપવા તૈયાર છે તો તમને વાંધો શો છે પ્રમુખે એમ પણ કહ્યું હતું કે તમે ખેડૂત સાથે રાગદ્વેષ રાખો છો. તમારી વિરુદ્ધ ઠરાવ કરી તમને નોટિસ આપવા અમે સરકારમાં મોકલીશું આ મુદ્દો સભામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યો એ પણ પોતાને પૂરતા જવાબો અધિકારી દ્વારા અપાતા નથી તેમ પણ રજુઆત કરી હતી કોંગ્રેસના સભ્યો એક તબક્કે ડાયસ ઉપર ઘસી ગયા હતા અને આખરે વિપક્ષના નેતાએ મામલો થાળે પાડયો હતો. રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર અને કામ સારી ગુણવતા વાળા નથી થતાં. તેથી વિપક્ષના નેતાએ ચીમકી આપી છે કે તેમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો ધરણા કરવામાં આવશે.

કોંગ્રેસનું પણ કહેવું છે કે જિલ્લા પંચાયત ના પ્રમુખ જો ખુદ સ્વીકારતા હોઈ કે ખેડૂતો ને અન્યાય થયો છે તો પછી અમારે કઈ બોલવા જેવું જ રહ્યું નથી અને ખેડૂત પાયમાલ થઇ ગયો છે તે વાત સાચી છે.

આ પણ વાંચો : Gujarat 12માં ડિફેન્સ એક્સપો-2022 નું યજમાન રાજ્ય બનશે

આ પણ વાંચો : સોલા સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીના અપહરણની પોલીસે તપાસ હાથ ધરી, પીએનસી વોર્ડના સીસીટીવી બંધ હાલતમાં મળ્યા

Published On - 9:37 pm, Thu, 2 September 21

Next Article