સોલા સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીના અપહરણની પોલીસે તપાસ હાથ ધરી, પીએનસી વોર્ડના સીસીટીવી બંધ હાલતમાં મળ્યા

સોલા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં પાંચ વર્ષથી CCTV કૅમેરો બંધ હાલતમાં હોવાની  ગંભીર બેદરકારી સામે આવી છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીના અપહરણની પોલીસે તપાસ હાથ ધરી, પીએનસી વોર્ડના સીસીટીવી બંધ હાલતમાં મળ્યા
Police investigate abduction of newborn girl at Sola Civil Hospital CCTV of PNC ward found closed (File Photo)
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 02, 2021 | 5:26 PM

સોલા સિવિલ હોસ્પિટલના PNC વોર્ડ માંથી એક દિવસની નવજાત બાળકીના અપહરણની ગંભીર ઘટના સામે આવી છે.બાળકીને ઉઠાવી લઈ જનાર શખ્સને શોધવા માટે સોલા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં પાંચ વર્ષથી CCTV કૅમેરો બંધ હાલતમાં હોવાની  ગંભીર બેદરકારી સામે આવી છે.

એક તરફ નવજાત બાળકીની માતાનો આક્રંદ તો બીજી તરફ પોલીસની તપાસ કાર્યવાહી. જેમાં એક દિવસની નવજાત બાળકી નું સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે PNC વોર્ડ માંથી અપહરણ કરી અજાણી વ્યક્તિ ફરાર થઇ ગઈ હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ બાળકીને શોધવા માટે પોલીસે સોલા સિવિલ હોસ્પિટલમાં કાફલો મોકલી સીસીટીવી ફૂટેજ સહિત તમામ જગ્યાએ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.. જે દરમિયાન પોલોસ તપાસમાં હોસ્પિટલના કેટલાક સીસીટીવી કેમેરા બંધ હોવાનું પણ સામે આવ્યું છે..જેમાં લગભગ પાંચ વર્ષથી સીસીટીવી કેમેરા શોભાના ગાંઠીયા સમાન છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઉલ્લેખનીય છે કે, એક દિવસની બાળકીના અપહરણ બાબતે તેનો પરિવાર પણ શંકાના ઘેરામાં છે. મૂળ અમેઠીના પરિવારમાં માતા સરસ્વતી પાસીએ અગાઉ બે બાળકીને જન્મ આપેલો છે.અને સોલા સિવિલમાં માતાએ ત્રીજી બાળકીને જન્મ આપ્યો છે… જેથી પારિવારિક કારણોના લીધે બાળકીને ગુમ કરવામાં આવી હોય તેવી પણ શંકા છે.

તો બીજી તરફ પોલીસને એવી પણ શંકા છે કે કોઈ વ્યક્તિને બાળક ન હોય અને તેણે બાળકીનું અપહરણ કર્યું હોય તેવી પણ બની શકે.. આ ઉપરાંત, બાળકીના પરિવારને કોઈ સાથે અંગત અદાવત હતી કે કેમ તે વિષયમાં પણ પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી ચાલી રહી છે.. સોલા પોલીસને 70થી વધારે પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને બાકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ત્યારે સોલા સિવિલના પીએનસી વોર્ડની બહાર નો કેમેરો બંધ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સાથે જ નોંધનીય છે કે, પી એમ સી બોર્ડ ના ઈન્ચાર્જની હાજરી હોવા છતાં એક નવજાત બાળકીનું અપહરણ થઈ જતા સોલા સિવિલ ના અધિકારીઓ ની ગંભીર બેદરકારી છતી થઈ છે. પોતાની બેદરકારી છૂપાવવા માટે તેઓ કેવી રીતે વાત ફેરવી રહ્યા છે.

એક તરફ હોસ્પિટલ સ્ટાફની બેદરકારી તો બીજી તરફ પોલીસની શોધખોળ છે. તો બીજી તરફ એક દિવસની બાળકીની માતા અને તેના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચી પોતાની વહાલસોયી બાળકીને શોધી આપવા માટે આજીજી કરી રહ્યા છે…

એક દિવસની માસુમ નવજાત બાળકીના અપહરણ પાછળ હોસ્પિટલ ગંભીર બેદરકારી કારણે અપહરણકારો સીસીટીવીમાં કેદ થયાં નથી..હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.. ત્યારે હાલ તો નવજાત બાળકીના ગુમ થવા પાછળનું કારણ હજુ અકબંધ છે, અને તેની માતા અને પરિવાર બાળકી લઇ દુઃખમાં ગરકાવ થઈ ગયા છે.

આ પણ  વાંચો : Ahmedabad : કમલમ ફ્રૂટના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, 1200 હેક્ટરમાં વાવેતર થયું

આ પણ વાંચો :  ઓછા સમયમાં મોટું નામ બનાવીને દુનિયાને કહ્યું અલવિદા, જાણો સિદ્ધાર્થ શુક્લાના જીવન અને કારકિર્દી વિશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">