Bhavnagar : સિહોર નગરપાલિકાના કર્મચારીઓની પદયાત્રા, પડતર પ્રશ્ન મુદ્દે કલેક્ટરની રજુઆત કરાઇ

|

Aug 12, 2021 | 10:18 PM

ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રકકટ પર કામ કરતા કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન યોજયું હતું. સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણાં વર્ષોથી પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા

Bhavnagar : સિહોર નગરપાલિકાના કર્મચારીઓની પદયાત્રા, પડતર પ્રશ્ન મુદ્દે કલેક્ટરની રજુઆત કરાઇ
Bhavnagar: Collector's presentation on the issue of pedestrians of Sihor Municipality

Follow us on

Bhavnagar : સિહોર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ન મુદ્દે સિહોરથી ભાવનગર સુધી પદયાત્રા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો, 24 કિલોમીટરની પદયાત્રા યોજી કલેકટરને રજૂઆત કરાઈ.

ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રકકટ પર કામ કરતા કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન યોજયું હતું. સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણાં વર્ષોથી પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા સિહોરથી ભાવનગર સુધીના 24 કિલોમીટરની પદયાત્રા નું આયોજન કર્યું હતું.

આ પદયાત્રામા મોટી સંખ્યામાં નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા. સિહોર નગરપાલિકાની કચેરીમાં ખાનગી કોન્ટ્રાક્ટ પધ્ધતિ કાયમી ધોરણે બંધ કરવા સહિતના અનેક પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. આ પ્રશ્નો અંગે જવાબદાર અધિકારીઓ- તંત્રને નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા કર્મચારી ગણ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રજૂઆતનો અનોખ માર્ગ અખત્યાર કર્યો હતો.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જે અંતર્ગત આજરોજ સિહોર નગરપાલિકાના કર્મચારીઓ સવારે સિહોર નગરપાલિકાનાના પટાંગણમાં એકઠા થયા હતા. અને દલિત અધિકાર મંચના નેજા હેઠળ પદયાત્રાનો આરંભ કર્યો હતો. આ કર્મચારીઓએ સિહોર ટાઉનમાં આવેલ આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા શરૂ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી આ પદયાત્રા આજે સાંજે ભાવનગર પહોંચીને કલેક્ટર ને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : Bhavnagar : વય મર્યાદાના કારણે છુટા કરાયેલા સિક્યુરિટી ગાર્ડને ફરજ પર પાછા બોલાવવા કૉંગ્રેસની માગ

આ પણ વાંચો : Rajkot : કાંગશિયાળીના ચેકડેમમાં ડૂબી જવાથી ત્રણ યુવતીઓના મોત

Next Article