Bhavnagar : અલંગ શિપ બ્રેકિંગ વ્યવસાય પર મંદીના વાદળો, શું છે કારણ ?

|

Oct 22, 2021 | 4:43 PM

ભાવનગર જિલ્લામાં અલંગ શિપ બ્રેકિંગ વ્યવસાય સૌથી મહત્વનો છે. અને આર્થિક ગતિવિધિઓ તેની આજુબાજુ વણાયેલી હોય છે. અલંગમાં કોરોના બાદ જહાજોની સંખ્યા પ્રભાવિત થઇ રહી હતી, ડોલર સામે રૂપિયો સતત ઘસાતો રહ્યો છે.

Bhavnagar : અલંગ શિપ બ્રેકિંગ વ્યવસાય પર મંદીના વાદળો, શું છે કારણ ?
Bhavnagar: Clouds of recession on Alang ship breaking business, what is the reason?

Follow us on

આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલર સામે ભારતીય ચલણ રૂપિયો સતત વર્તાય રહેલી નબળાઈને અસર અલંગના વ્યવસાય પર પડી રહી છે. બીજી તરફ હરીફ દેશો પણ અલંગથી વધુ ભાવ ખર્ચી અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી નફાકારકતા ધરાવતા જહાજોનો પુરવઠો હરીફ દેશો તરફ ફંટાઈ રહ્યો છે. પરિણામે આગામી સમયમાં અલંગમાં જહાજની સંખ્યા પર અસર પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ડોલરને લઈને આવનારા દિવસોમાં અલંગમાં શિપ બ્રેકિંગના વ્યવસાય પર મંદીની અસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

ભાવનગર જિલ્લામાં અલંગ શિપ બ્રેકિંગ વ્યવસાય સૌથી મહત્વનો છે. અને આર્થિક ગતિવિધિઓ તેની આજુબાજુ વણાયેલી હોય છે. અલંગમાં કોરોના બાદ જહાજોની સંખ્યા પ્રભાવિત થઇ રહી હતી, ડોલર સામે રૂપિયો સતત ઘસાતો રહ્યો છે. અને એક ડોલર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય આજે 75.18 થઈ ગયું છે.

ઉપરાંત પ્રીમિયમના બે રૂપિયા સુધી ખર્ચ કરવો પડે છે. તેથી અલંગમાં જહાજ ખરીદવા માટે તમામ ખર્ચ અને જહાજની અંદાજિત કિંમતને ધ્યાન રાખતા પ્રતિ ટનની કિંમત 45,500 રૂપિયા થાય છે. તેની સામે સ્થાનિક સ્ક્રેપ માર્કેટ પણ 42 થી 44 ની વચ્ચે રહેલી છે. ભારતમાં કન્ટેનરની કિંમત 580 બાંગ્લાદેશમાં 610 અને પાકિસ્તાનમાં 600 ડોલર છે. તેથી હરિફ દેશોમાં વધુ ભાવ મળતા હોવાથી ભારતની સરખામણીએ નફાકારકતા ધરાવતા જહાજો ત્યાં વધુ ડાઇવર્ટ થવા લાગ્યા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ડોલર અને જહાજના વધેલા ભાવ અલંગના શિપબ્રેકરો માટે હાલની પરિસ્થિતિમાં પોસાણ થાય તેમ નથી, શિપ બ્રેકિંગ યાર્ડમાં જહાજોની સંખ્યામાં પણ સતત ઓટ આવી રહી છે. અને વર્તમાન માર્કેટ ને કારણે આવનાર દિવસોમાં જહાજ ની સંખ્યા ઘટવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

અલંગમાં આવતા જહાજોની સંખ્યા ગણવામાં આવે તો ગયા એપ્રિલમાં 16 જહાજ, મે મહિનામાં 19 જહાજ, જૂનમાં 25 જહાજ, જુલાઈમાં 15 જહાજ, ઓગસ્ટમાં 16 જહાજ, સપ્ટેમ્બરમાં 13 જહાજ, 15 ઓકટો સુધી 9 જહાજ મળી કુલ 113 જહાજ આવી ચૂક્યા છે. હવેના સમયમાં જહાજોની સંખ્યા ડોલરના ભાવ વધવાને લીધે ઘટવાની શક્યતાઓ દેખાઇ રહી છે.

આ પણ વાંચો : IPL 2022 : જાણો મેગા ઓક્શનના નિયમ, કેટલા ખેલાડીઓ થશે રિટેન ? ખર્ચ કરવા માટે મળશે કેટલી રકમ ?

આ પણ વાંચો : આરોગ્ય કર્મચારીની કામગીરીને સલામ ! ભારે વરસાદને પગલે આ નર્સે મહિલાની હોડીમાં જ કરાવી ડિલેવરી, કલેકટરે પુરસ્કાર આપી કર્યુ સન્માન

Published On - 4:39 pm, Fri, 22 October 21

Next Article