BHAVNAGAR : ધોરણ 9થી 12ની પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પુછાશે, જાણો આ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ શું જણાવે છે ?
ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨માં હવે સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો ૩૦ ટકા પુછાશે, જ્યારે ૭૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો પુછાશે. જેને પરિણામે રાજ્યમાં કુલ ૨૯ લાખ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો થશે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે.
ભાવનગર (Bhavnagar) શહેર સહિત ગુજરાત રાજ્યમાં ધોરણ 9થી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર(Gujarat Government)ના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, કે વિદ્યાર્થીઓ ધોરણ ૯ થી ધોરણ-૧૨ સુધી અગાઉ જે ૨૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો (Objective questions)પૂછાતા હતા. તે હવે ૧૦ ટકા વધારીને ૩૦ ટકા પ્રશ્નો હેતુલક્ષી (Objective questions) એટલે કે મલ્ટીપલ ચોઇસ પ્રશ્નો એમ.સી.ક્યુ પુછાશે. આ જ રીતે 80% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાતા હતા. તે હવે ૧૦ ટકા ઘટીને ૭૦ ટકા જ વર્ણનાત્મક પ્રશ્નો પૂછવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયથી ભાવનગર શહેર અને જિલ્લાની 436 જેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કુલ ૧.૩૫ લાખ (Student)વિદ્યાર્થીઓને ૨૦૨૨માં લેવાનારી પરીક્ષામાં ફાયદો થશે.
ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨માં હવે સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો ૩૦ ટકા પુછાશે, જ્યારે ૭૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો પુછાશે. જેને પરિણામે રાજ્યમાં કુલ ૨૯ લાખ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો થશે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ શૈક્ષણિક સત્રને હાલની સ્થિતિ ધ્યાને લેતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ચિંતા અને વાલીઓનો પણ તણાવની પરીક્ષા પદ્ધતિને લઇને ઘટે તે દિશામાં ચિંતા કરતા ચાલુ શૈક્ષણિક વર્ષમાં હવેથી લેવાનાર આગામી ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને હાલની અમલી પદ્ધતિમાં બદલાવ કરવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેને લઇને છેલ્લા પોણા બે વર્ષથી કોરોનાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર થયેલી અસરનું નિરાકરણ અમુક અંશે આ પદ્ધતિથી આવશે તેવું ભાવનગરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જણાવી રહ્યા છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી 436 હાઇસ્કુલ અને ખાસ તો ધોરણ-10 અને ધોરણ-12માં દર વર્ષે બોર્ડની પરીક્ષા આવતા ૭૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે, ધોરણ 12 સાયન્સમાં ૫૦ ટકા ઓએમઆર અને ૫૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવાની પદ્ધતિ રહેશે, ૩૦ ટકા અને ૭૦ ટકા વર્ણનાત્મક ના મળીને સો ટકા લેખે પેપર પુછાશે, જેમાં જનરલ વિકલ્પ પણ આપવામાં આવશે. રાજ્યના વિદ્યાર્થીઓનું ભાવિ જોઇ અને જેઇઇ અને નીટની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં સારો દેખાવ કરી શકે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને લઈને ભાવનગર જિલ્લાના અનેક વિદ્યાર્થીઓને આ વખતની પરીક્ષામા બહુ મોટો ફાયદો થશે, કોરોના સમયમાં અભ્યાસ બગડ્યો. પરંતુ ૨૦૨૨ ની પરીક્ષામાં ખૂબ મોટો ફાયદો થશે તેવું વિદ્યાર્થીઓ શિક્ષકો અને શાળા સંચાલકો પાસેથી જાણવા મળી રહ્યું છે.