ભરૂચની આ મહિલા બની માતા પણ, ના લગ્ન કે નહિ પતિ… જાણો આ બોલ્ડ પગલુ ભરીને સમાજની કઈ મહિલાઓને શું સંદેશ પાઠવવા માગે છે

|

May 09, 2022 | 6:37 PM

ગૂગલ સર્ચના આધારે ડિમ્પીએ સિંગલ મધર માટે સપોર્ટ કરતા IVF સેન્ટરનો સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ લીધી હતી. અહીં તેના દરેક પ્રશ્નોનું સમાધાન મળ્યું હતું. તંબોએ જણાવ્યું હતું કે વિજ્ઞાનની પ્રગતિ અને કાયદામાં જોગવાઈની મદદથી લગ્ન વિના અને પતિ વગર પણ માતા બનવું શક્ય હતું.

ભરૂચની આ મહિલા બની માતા પણ, ના લગ્ન કે નહિ પતિ... જાણો આ બોલ્ડ પગલુ ભરીને સમાજની કઈ મહિલાઓને શું સંદેશ પાઠવવા માગે છે
Dimpy Parmar with Daughter Dhyana

Follow us on

માતા બનવું દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે. ભરૂચ(Bharuch)ની એક માટે માતૃત્વનું એક એવું ઉદાહરણ પૂરું પડ્યું છે કે તે સમાજ માટે એક અલગ પ્રથા અને મહિલાઓ માટે સંદેશ બની રહી છે. આ માતા કુંવારી છે જેણે નથી કર્યા લગ્ન કે નથી તે ત્યક્તા… પણ છતાં તેણે કાયદાની  પ્રક્રિયા દ્વારા  ગર્ભ ધારણ કરી બાળકીને જન્મ આપ્યો છે. સામાન્યરીતે કુંવારી માતા અનેક પ્રશ્નો અને ટીકાઓનો ભોગ બને છે પણ આ મહિલાએ કંઈક એવું કર્યું છે કે પરિવાર તેના ઉપર ગર્વ કરી રહ્યું છે. અમે તમને 35 વર્ષીય ડિમ્પી પરમાર(Dimpy Parmar)ની કુંવારી માતા બનવાની રસપ્રદ કહાની જણાવી રહ્યા છે.

ભરૂચની નરનારાયણ સોસાયટીમાં રહેતા ડિમ્પી પરમારના માતા સતત બીમાર રહે છે અને તાજેતરમાં કોરોનાકાળમાં ડિમ્પીએ પિતા અને જીવલેણ બીમારીમાં જુવાન ભાઈને ગુમાવ્યો છે.બીમાર માતાની જવાબદારી તેમના ઉપર આવી પડી હોવાથી ડિમ્પીએ લગ્ન નહી કરવાનું નક્કી કર્યું હતું. ડિમ્પી વૃદ્ધ માતાની સેવા માટે આજે લગ્ન નહિ કરવાનો નિર્ણય કરી રહી છે પણ માતા ના મૃત્યુ બાદ તે એકલી પડી જશે તેવી મિત્રો અને પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી હતી. મૂંઝવણ વધતી હતી તે દરમ્યાન ડિમ્પીએ ટીવી સિરિયલ નિર્માતા એકતા કપૂર(Ekta Kapoor)ના લગ્ન વિના માતા બનવાના પ્રયાસ અંગે એક વિડીયો સોશિયલ મીડિયામાં જોયો હતો. આ બાદ તેમણે રિસર્ચ શરુ કર્યું હતું કે શું શક્ય છે કે લગ્ન વિના માતા બની શકાય છે?

આ પ્રશ્નનો હલ તેણે મુંબઈના એક IVF સેન્ટર દ્વારા મળ્યો હતો. ગૂગલ સર્ચના આધારે ડિમ્પીએ સિંગલ મધર માટે સપોર્ટ કરતા IVF સેન્ટરનો સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ લીધી હતી. અહીં તેના દરેક પ્રશ્નોનું સમાધાન મળ્યું હતું. તંબોએ જણાવ્યું હતું કે વિજ્ઞાનની પ્રગતિ અને કાયદામાં જોગવાઈની મદદથી લગ્ન વિના અને પતિ વગર પણ માતા બનવું શક્ય હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કઈ રીતે પતિ વગર પણ માતા બની શકાય ?

પહેલો પ્રશ્ન મનમાં ઉઠ કે પતિ વગર માતા કઈ રીતે બની શકાય? તો તેનો પણ જવાબ હા .. તરીકે મળ્યો છે. મુંબઈમાં સ્પર્મ બેન્ક ચાલી રહી છે. આ બેંકમાં ઘણા લોકો પૈસા માટે , ઘણા શોખ માટે તો ઘણા અન્યને મદદરૂપ બનવા માટે વીર્યદાન કરે છે. આ ડોનરની વ્યક્તિગત ઓળખ છુપાવી સ્પર્મ બેન્ક અને IVF સેન્ટર અલગ – અલગ બંધ , વર્ણ , વજન અને સ્વાસ્થ્ય ધરાવતા ડોનરની વિગત આપે છે. મહિલા આ પૈકી કોઈ પણસ્પર્મ પોતાના બાળક માટે પસંદ કરી શકે છે. ડોનરને સ્પર્મ લેનાર અને મહિલાને ડોરની કોઈ પણ વિગત મળતી નથી. આ સ્પર્મ દ્વારા IVF થકી મહિલા ગર્ભવતી બને છે જે બાદમાં સામાન્ય પ્રસુતિની જેમ બાળકને જન્મ આપે છે. ડિમ્પી પરમારે તાજેતરમાં બાળકીને જન્મ આપ્યો છે.જેનું નામ ધ્યાના છે.

દરેક પડકાર અને પ્રશ્નના હું જવાબ આપીશ : ડિમ્પી પરમાર

કૃત્રિમ ગર્ભ ધારણ કરી બાળકીને જન્મ આપનાર ડિમ્પી પરમારે tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું જાણું છું મેં સમાજમાં રૂઢિચુસ્ત પ્રથાને પડકારી છે. મારો વિરોધ પણ થઇ શકે છે પણ હું ડરીશ નહિ દરેક પડકાર અને પ્રશ્નનો જવાબ આપીશ. મારી દીકરીને ધ્યાના ડિમ્પી પરમાર તરીકે માત્ર ઓળખ નહિ પણ એક પ્રતિષ્ઠિત અને જવાબદાર નાગરિક બનાવીશ.

Published On - 6:37 pm, Mon, 9 May 22

Next Article