AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બળાત્કારી પાપ ધોવા દેવ દર્શને પહોંચ્યો પણ પોલીસે દ્વાર ઉપરથી ધરપકડ કરી લીધી, 14 વર્ષ પછી ગુનેગાર તેના કર્મોની સજા ભોગવશે

૧૪ વર્ષ સુધી પોલીસને ચકમો આપનાર રાધેસિંગ રામાધાર ઉર્ફે બિહારીસિંગ રાજપુત દ્વારકા દર્શન માટે આવી રહ્યો હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કોડને મળી હતી. આરોપી પહેલા ભરૂચ પોલીસની ટીમ દ્વારકા પહોંચી ગઈ હતી. મંદિર , સ્ટેશન અને બજાર સહિતના વિસ્તારોમાં વોચ ગોઠવવામાં આવી હતી.

બળાત્કારી પાપ ધોવા દેવ દર્શને પહોંચ્યો પણ પોલીસે દ્વાર ઉપરથી ધરપકડ કરી લીધી, 14 વર્ષ પછી ગુનેગાર તેના કર્મોની સજા ભોગવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 2:32 PM
Share

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે ૧૪ વર્ષથી ફરાર બળાત્કારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ૫ વર્ષની કુમળીવયની બાળકીને પીંખી નાખનાર રાધેસિંગ રામાધાર ઉર્ફે બિહારીસિંગ રાજપુત નામના શખ્શને ભરૂચ કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. વર્ષ 2008 માં ૧૪ દિવસની પેરોલ મેળવી ફરાર થી ગયો હતો જે લગભગ દોઢ દાયકા સુધી ફરાર રહી બળાત્કાર જેવા ગંભીર ગુનો કરવા છતાં કાયદાનો મજાક બનાવી રહ્યો છે. ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે આ શક્શને કાયદાનું ભાન કરાવી તેના કર્મોની સજા અપાવવા આકષ – પાતાળ એક કરી નાખ્યું હતું. આખરે મોટી સાફકતા હાંસલ થતા રાધેસિંગ રામાધાર ઉર્ફે બિહારીસિંગ રાજપુતને દ્વારકાથી ઝડપી પાડી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.

રાધેસિંગ રામાધાર ઉર્ફે બિહારીસિંગ રાજપુત દ્વારા આચરવામાં આવેલા ગુનાની ગંભીરતા સાથે ૫ વર્ષની બાળકીને ન્યાય અપાવવા ઉચ્ચ અધિકારીઓ પણ મક્કમ હતા. પોલીસ મહાનિરિક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા પેરોલ ફર્લો સ્કોડને આ આરોપી તરફ વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી. ઉપરી અધિકારીઓની સૂચના બાદ સ્કોડના અધિકારી PSI વી.એ.રાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તરફથી ટીમને આરોપીને ઝડપી પાડવા કામે લગાડવામાં આવી હતી.વર્ષ 2005માં અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. અંતર્ગતના રાજપીપળા ચોકડી નજીક આવેલા બાપુનગર રહેતા આરોપી રાધેસિંગ રામાધાર ઉર્ફે બિહારીસિંગ રાજપુતએ ૫ વર્ષની બાળા ઉપર બળાત્કાર ગુજારતો હતો. ગંભીર ગુનામાં આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કોર્ટે આ કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી હતી. આરોપીને તા.૦૬/૦૯/૨૦૦૮ થી તા.૨૧/૦૯/૨૦૦૮ સુધી દિન-૧૪ની ફર્લો રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો.રાધેસિંગ રામાધાર ઉર્ફે બિહારીસિંગ રાજપુત રજાનો સમયગાળો પુર્ણ થતા વડોદરા મધયસ્થ જેલ ખાતે હાજર થવાના આદેશનોઅનાદર કરી હાજર ન થઈ પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો.

૧૪ વર્ષ સુધી પોલીસને ચકમો આપનાર રાધેસિંગ રામાધાર ઉર્ફે બિહારીસિંગ રાજપુત દ્વારકા દર્શન માટે આવી રહ્યો હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કોડને મળી હતી. આરોપી પહેલા ભરૂચ પોલીસની ટીમ દ્વારકા પહોંચી ગઈ હતી. મંદિર , સ્ટેશન અને બજાર સહિતના વિસ્તારોમાં વોચ ગોઠવવામાં આવી હતી. દેવભુમી દ્વારકા જીલ્લા ખાતે ભરૂચ પોલીસને રાધેસિંગ રામાધાર ઉર્ફે બિહારીસિંગ રાજપુતનજરે પડતા તેને ઝડપી પડી ભરૂચ લાવવામાં આવ્યો હતો. ફરાર કેદી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે.ને સુપ્રત કરવામાં આવ્યો હતો.

૧૪ વર્ષથઈ ફરાર કેદીને ઝડપી પાડવામાં ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સબ ઈન્સ. વી.એ.રાણા સાથે અ.હે.કો. જયેન્દ્રસિંહ મહોબતસિંહ , અ.હે.કો. મગનભાઇ દોલાભાઈ , અ.હે.કો નિલેશભાઈ નારસિંગભાઈ , પો.કો. અનિલભાઈ દિતાભાઈ, પો.કો શિવાંગસિંહ પ્રતાપસિંહ અને ડ્રા.પો.કો. રાકેશભાઈ રામજીભાઈનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">