AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્સર સામે રક્ષણ આપતું નોલખોલ ગુજરાતમાં ઉપલબ્ધ થશે, ઠંડા પ્રદેશમાંજ ઉગતી વનસ્પતિની ભરૂચમાં ખેતીનો પ્રયોગ સફળ રહ્યો

તેમાં કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન અને ફોસ્ફરસ સ્ત્રોતોનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે, તેમાં રહેલ સલ્ફોરાફેન તત્વ કે જે કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે. જાંબલી રંગના નોલખોલમાં એન્થ્રોસાયનીનનું પ્રમાણ ભરપૂર હોય છે

કેન્સર સામે રક્ષણ આપતું નોલખોલ ગુજરાતમાં ઉપલબ્ધ થશે, ઠંડા પ્રદેશમાંજ ઉગતી વનસ્પતિની ભરૂચમાં ખેતીનો પ્રયોગ સફળ રહ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 6:53 AM
Share

કેન્સરવિરોધી ગુણધર્મો ધરાવતા નોલખોલ એટલેકે ગાંઠ કોબીની સફળ ખેતી કરીને કૃષિ મહાવિદ્યાલય નવસારીના કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ભરૂચે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ નવતર પ્રયોગમાં ભારતના જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઉગતી નોલખોલનું બિયારણ લાવી ગુજરાતના ભરૂચમાં સૌ પ્રથમ વાવેતર કરવામાં આવ્યું છે.નોલખોલ ઉત્તર યુરોપિયન મુળની શાકભાજી છે. ગંઠકોબી દક્ષિણ એશિયાના વિવિધ દેશો સહિત સમગ્ર વિશ્વમાં તેનું વાવેતર ક્ષેત્ર દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. નોંલખોલને ભારતના ઉત્તરિય રાજ્ય કાશ્મીરમાં ખૂબ જ વ્યાપક પણે ઉપયોગમાં લેવાય છે.આમતો નોલખોલ એ શિયાળાએટલેકે ઠંડી ઋતુની શાકભાજી છે

નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ભરૂચ ખાતે ફરજ બજાવતા શાકભાજી વિજ્ઞાનના નિષ્ણાત પ્રો.પી.એમ.સાંખલાએ જણાવ્યું હતું કે ગાંઠકોબી ઓછા જાણીતા શાકભાજીમાંથી એક છે. ગુજરાતની આબોહવાકીય પરિસ્થિતિ તદ્દન અલગ હોવા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોવા છતાં ગાંઠ કોબીની વિવિધ જાતો કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશથી લાવી અને તેનું વાવેતર કરવામાં આવેલ હતું.

ગાંઠકોબીની મુખ્યત્વે બે પ્રકારની જાતોનું વાવેતર કરવામાં આવેલ હોય જેમાં સફેદ તેમજ જાંબલી રંગની જાતોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ તદ્દન અલગ પ્રકારની શાકભાજી ગાંઠકોબીનું વાવેતર પણ કરી શકાય છે તેમજ ટૂંકા સમયમાં વધારે ઉપજ મેળવી શકાય છે.

વિટામિન તથા ફાઈબરથી ભરપૂર

વૈજ્ઞાનિક ડૉ.એસ એલ સાંગાણી ગાંઠકોબીની મહત્તા સમજાવતા કહે છે કે ગાંઠોબીમાં રહેલ પોષકતત્વોને કારણે તે વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. તેમજ ગાંઠકોબીને સલાડ તરીકે તેમજ રાંધીને ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ગુણકારી સાબિત થાય છે. ગંઠકોબીનો સ્વાદ મહદઅંશે મુળા જવો અને રચના બ્રોકોલી અથવા કોબી જેવી હોય છે, ગંઠકોબી ક્રિસ્પી અને સમૃદ્ધસ્વાદ ધરાવવાની સાથે સાથે તેમાં વિટામિન એ, વિટામિન સી, ફોલિક એસિડ અને ડાયેટરી ફાઇબર સારી માત્રામાં હોય છે.

કેન્સરવિરોધી ગુણધર્મો ધરાવે છે

તેમાં કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન અને ફોસ્ફરસ સ્ત્રોતોનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે, તેમાં રહેલ સલ્ફોરાફેન તત્વ કે જે કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે. જાંબલી રંગના નોલખોલમાં એન્થ્રોસાયનીનનું પ્રમાણ ભરપૂર હોય છે જે મગજ, હૃદય અને આંખોને ફાયદો કરે છે. તેમજ તેમાં રહેલ ફ્લેવેનોઈડ નામના તત્વના ફાયદાઓ જેમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડાયાબિટીસ ટાઈપ 2 નું જોખમ ઘટાડે છે.ત્વચાનું આરોગ્ય સુધારે છે.આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અટકાવે છે અને હૃદયના સ્વાસ્થ્ય અને વેગ આપે છે.વજન ઘટાડવા પણ ઉપયોગી પઇ શકે છે ..

દેશમાં અન્ય ક્યાં વાવેતર થાય છે?

દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ ગંઠકોબીનું વાવેતર થાય છે. ભારતમાં કાશ્મીર,પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આસામ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ઉગાડવામાં આવે છે પરંતુ તેની વાણિજિયક ખેતી થતી નથી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
g clip-path="url(#clip0_868_265)">