AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG GAS Cylinder વધુ વપરાશના કારણે નહીં પણ આ કરામતના કારણે વહેલો પૂરો થઈ જાય છે!!! વાંચો Bharuch Police એ પર્દાફાશ કરેલા કૌભાંડની ચોંકાવનારી હકીકત

આરોપી ગેંગ દ્વારા ખુબજ જોખમી રીતે ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હતું. બે તરફ ગેસના બોટલ મૂકી વચ્ચે એક નાની પાઇપ ગોઠવી બોટલ એકબીજા તરફ દબાવવામાં આવતા હતા. સ્પિન્ગ સાથે એટેચ વાલ્વ દબાવથી ગેસ ભાર નીકળતો હતો જે બીજી તરફના ખાલી સિલિન્ડરમાં ભરવામાં આવતો હતો.

LPG GAS Cylinder વધુ વપરાશના કારણે નહીં  પણ આ કરામતના કારણે વહેલો પૂરો થઈ જાય છે!!! વાંચો Bharuch Police એ પર્દાફાશ કરેલા કૌભાંડની ચોંકાવનારી હકીકત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:50 AM
Share

ભરૂચ પોલીસે ટૂંકા સમયગાળામાં બીજી વખત LPG GAS રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ભરૂચ શહેર સી” ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ચાવજ ગામની સીમમાં ઘરેલુ LPG GAS ની બોટલોમાંથી ગેસની ચોરી કરી રિફિલિંગ કરતી ગેંગને ઝડપી પાડી રૂપિયા ૭,૫૪,૫૨૦ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ આગાઉ 22 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામમાં ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક LPG સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવાના કૌભાંડને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું. આ મામલામાં ૩ લોકોની ધરપકડ કરી 82 ગેસ સિલિન્ડર સાથે લખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ભરૂચ સી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન મળેલ બાતમી આધારે ચાવજ ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી. અહીં ઘરેલુ વપરાશના ગેસના બોટલોમાંથી એલ્યુમીનીયમની ધાતુની પાઇપની મદદથી ભરેલા ગેસના બોટલમાંથી ખાલી ગેસના બોટલમાં ગેસનું રીફીલીંગ કરી ચોરી કરતા ચાર ઈસમોને સ્થળ ઉપર ઝડપી પાડવામાં આવ્યા હતા.ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ દ્વારા સ્થળ ઉપરથી લાલચંદ મોહનરામ બિસ્નોઈ, સમુંદર હરીરામ પુનીયા, મહિપાલ કિશનારામ ગોધારા અને સુનીલભાઈ માંગીલાલ સીયાકની ધરપકડ કરવામાં આવી હતી.

મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો

પોલીસની દરોડાની કાર્યવાહી દરમ્યાન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુભાષ બીશ્નોઈ ફરાર થઇ ગયો હતો જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે ઇન્ડેન ગેસ કંપનીના ઘરેલુ વપરાશના બોટલ નંગ-૮૭ તથા HP ગેસ કંપનીના ધરેલુ વપરાશના બોટલ નંગ-૧૩ મળી ઘરેલુ વપરાશના કુલ ૯૫ બોટલ કબ્જે કર્યા છે. આ ગુનામાં ૨,૩૪,૩૨૦ રૂપિયાના ગેસ સિલિન્ડર મહીન્દ્રા બોલેરો પીક અપ ટેમ્પો, રીફીલીંગ કરવાની પાઇપ, અલગ -અલગ ગેસ કંપનીના માર્કાવાળા સીલ મળી ફુલ કિમત રૂપીયા ૭,૫૪,૫૨૦૪ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્યંત જોખમીરીતે ગેસ રિફિલિંગ થતું હતું

આરોપી ગેંગ દ્વારા ખુબજ જોખમી રીતે ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હતું. બે તરફ ગેસના બોટલ મૂકી વચ્ચે એક નાની પાઇપ ગોઠવી બોટલ એકબીજા તરફ દબાવવામાં આવતા હતા. સ્પિન્ગ સાથે એટેચ વાલ્વ દબાવથી ગેસ ભાર નીકળતો હતો જે બીજી તરફના ખાલી સિલિન્ડરમાં ભરવામાં આવતો હતો. આ કાવતરા દરમ્યાન ગેસ લીક પણ થતો હોય છે. નાની ચિંગારી મોટા વિસ્ફોટને આમંત્રણ આપી શકે છે. પોતાની અને આસપાસ રહેતા લોકોની જનની પરવાહ કર્યા વગર ટોળકી ગેર રિફિલિંગ કરી રહી હતી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">