ભરૂચમાં NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IBની ટીમોએ શરૂ કરી તપાસ, આમોદના મૌલાના અમીન અને તેના પિતાની કરી પૂછપરછ

|

Jul 31, 2022 | 6:20 PM

ભરૂચમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી, ગુજરાત ATS અને સેન્ટ્રલ IBની ટીમોને મળેલા ઈન્પુટ્સને આધારે તપાસ માટે પહોંચી છે. જેમા આમોદના મૌલાના અમીન તેના પિતાની પૂછપરછ કરવામાં આવી છે.

રાજ્યમાં 4 અલગ અલગ જગ્યાએ NIA દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમા ભરૂચમાં પણ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), ગુજરાત ATS અને સેન્ટ્રલ IBની ટીમો તપાસ અર્થે પહોંચી છે. ભરૂચના આમોદમાં NIAએ બાતમીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જ્યારે કંથારિયામાં પણ NIA, સેન્ટ્રલ IB અને ગુજરાત ATSની ટીમો તપાસ કરી રહી છે. કંથારિયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આમોદના મૌલાના અમીન અને કંથારિયામાં રહેતા તેના પિતાની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી છે.  મૌલાના અમીન અને તેના પિતા મૌલાના ઈબ્રહિમની વહેલી સવારે અટકાયત કરી હતી અને NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IB દ્વારા તેમની સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમા કોઈ ગુનાહિત પ્રવૃતિ ન જણાતા બંને પિતા-પુત્રને મુક્ત કરવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે રાષ્ટ્રીય તપાસ એજન્સી, સેન્ટ્રલ IB અને ગુજરાત ATSએ ભરૂચમાં ધામા નાખ્યા છે.


હૈદરાબાદમાં દેશ વિરોધી ગતિવિધિની તપાસ દરમિયાન હિંટ મળતા તપાસ એજન્સીઓ ભરૂચ દોડી આવી છે, આ તપાસ દરમિયાન મળેલા કેટલાક ઉર્દુ સાહિત્યની પણ સઘન તપાસ શરૂ કરાઈ છે. રાજ્યમાં 15મી ઓગષ્ટ નજીક છે ત્યારે આતંકી હુમલાના એલર્ટ વચ્ચે તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને દેશવિરોધી પ્રવૃતિ કરનારા તત્વોને વિણી-વિણીને તેમની પૂછપરછ કરી રહી છે.

ગુજરાત સહિત 6 રાજ્યોમાં તપાસ તેજ

આ સાથે તપાસ એજન્સીઓએ ગુજરાત સહિત અન્ય 6 રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવા માટે તપાસ એજન્સીઓ ઠેકઠેકાણે દરોડા કરી તપાસ શરૂ કરી દીધી છે. આજ સિલસિલામાં આજે ભરૂચમાં પણ તપાસ શરૂ કરાઈ છે. આ સાથે ગુજરાતમાં અન્ય 4 સ્થળોએ પણ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દરોડા શરૂ કર્યા છે જેમા અમદાવાદ, સુરત, ભરૂચ નવસારી સહિતના શહેરોનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ગુજરાત ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાર જગ્યાએ રેડ કરીને સંયોગી પુરાવા એકત્ર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહી છે. હાલ ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ છે. જેમની સામે દેશ વિરોધી ગતિવિધિ અને જેહાદી ગતિવિધિમાં સામેલ હોવાની શંકા છે. હાલ આ તમામ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે જેના બાદ નિષ્કર્ષ આવશે કે તેમનો રોલ આ સમગ્ર મામલે શું હતો. NIA અને ગુજરાત ATSની કાર્યવાહીને લઇને ચારેય શહેરમાં તપાસ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે આ તપાસમાં સેન્ટ્રલ IBની ટીમ પણ જોડાઈ છે. જેના પરથી તપાસ એજન્સીઓને કોઈ મોટા ઈનપુટ્સ મળ્યા હોવાનુ પણ અનુમાન લગાવાઈ રહ્યુ છે.

Published On - 3:11 pm, Sun, 31 July 22

Next Article