Gujarati Video: ભરૂચમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા નેતા બન્યા રોષનો ભોગ, કુંવરજી હળપતિનો સ્થાનિકોએ લઈ લીધો ઉધડો
Bharuch: ભરૂચમાં નર્મદામાં આવેલા પૂરની પરિસ્થિતિ કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોવાનુ સ્થાનિકો માની રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે ડેમમાંથી અચાનક છોડવામાં આવેલા પાણીને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. ત્યારે આ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા મંત્રી કુંવરજી હળપતિ પણ લોકોના રોષનો ભોગ બન્યા. મંત્રી ગયા હતા આશ્લાસન આપવા પરંતુ લોકોએ તેમનો જ ઉધડો લઈ લીધો.
Bharuch: ભરૂચમાં પૂર બાદ જે પરિસ્થિતિ છે, તેના માટે અચાનક છોડી દેવાયેલા પાણીને લોકો મુખ્ય કારણ માની રહ્યા છે. ત્યારે આવા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા મંત્રી કુંવરજી હળપતિને લોકોના ક્રોધનો સામનો કરવો પડ્યો. પૂર પીડિતોને આશ્વાસન આપવા નેતાજી ગયા હતા. પરંતુ આક્રોશ એટલો હતો કે, તેઓ ઘેરાઈ ગયા. લોકોના દુકાનોમાં સામાન બગડી ગયો છે. ઘરમાં ખાવાની પણ તકલીફ ઉભી થઈ છે. ત્યારે મંત્રી કુંવરજી હળપતિને લોકોએ ઘેરી લીધા.
પોતાનો આક્રોશ ઠાલવ્યો. નેતાજી આશ્વાસન આપીને થાક્યા પરંતુ રોષ ઓછો ન થયો. લોકોએ રીતસરનો પ્રધાનનો ઉધડો જ લઈ લીધો પહેલાથી જાણ કેમ ન કરી, તેવો સવાલોનો મારો ચલાવ્યો. કેમ પૂર બાદ તુરંત ન આવ્યા, કેમ પહેલાથી સૂચના ન અપાઈ.. આ સવાલો સાથે મંત્રી અને અધિકારીઓને સ્થાનિકોએ રીતસરના ખખડાવી નાખ્યા હતા.
ભરૂચમાં પૂરના પાણી ઓસરતા તારાજીના દૃશ્યો સામે આવ્યા
કુદરતના પ્રકોપ સામે લોકો લાચાર બન્યાં છે. ભરૂચમાં પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. નર્મદાના કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા લોકો રસ્તા પર આવી ગયા છે. લોકોનો આશરો છીનવાયો છે. કાશીયા અને જુના બોરભાઠાં ગામમાં પૂરના પાણી ફરી વળતા અપાર નુકસાન થયું છે. લોકોએ છત ગુમાવી છે. ઘરમાં પાણી ફરી વળતા સંપૂર્ણ ઘરવખરી તણાઇ ગઇ છે. જેથી લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યાં છે. તો ખેડૂતોનો ઉભો પાક પણ નષ્ટ થયો છે. ખેડૂતોને પણ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં પશુપાલકોની પણ માઠી દશા બેઠી છે. કારણે નદીના પૂરમાં 350થી વધુ પશુઓ લાપતા બન્યાં છે. લોકો સરકાર યોગ્ય સર્વે કરી સહાય કરે તેવી માગ કરી રહ્યાં છે.
બીજી તરફ તંત્રના આયોજનમાં ક્યાંક બેદરકારીને કારણે અનેક લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને આ જ કારણે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં પૂર બાદ જે પરિસ્થિતિ છે, તેના માટે લોકો અચાનક છોડી દેવાયેલા પાણીને મુખ્ય કારણ માની રહ્યા છે.
આ પણ વાંચો: Gujarati Video: મચ્છરજન્ય રોગચાળાને નાથવા AMC કરશે બોમ્બ એટેક, લારવાનો નાશ કરવા બનાવાયા ખાસ બોમ્બ
ભરૂચ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો