AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Talati Exam 2023 : તલાટી કમ મંત્રીની સ્પધાત્મક પરીક્ષા દરમિયાન માનવતા મહેંકી, પરીક્ષાર્થીઓ માટે આ લોકો દેવદૂત તરીકે સામે આવ્યા

Gujarat Talati Exam 2023 : ભરૂચમાં આવેલા કેટલાક પરીક્ષાર્થીઓ નાની મોટી તકલીફોમાં પણ પડ્યા હતા. આ સમયે ભરૂચમાં માનવતાના અનેક ઉદાહરણ જોવા મળ્યા હતા. રીક્ષા ચાલકે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી ચાર્જ લીધા વગર પહોંચાડ્યા તો પોલીસે(Police) કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે અટવાઈ પડેલા યુવક - યુવતીઓના મદદગારની ભૂમિકા ભજવી હતી.

Gujarat Talati Exam 2023 : તલાટી કમ મંત્રીની સ્પધાત્મક પરીક્ષા દરમિયાન માનવતા મહેંકી, પરીક્ષાર્થીઓ માટે આ લોકો દેવદૂત તરીકે સામે આવ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 9:01 AM
Share

Gujarat Talati Exam 2023: ગ્રામ પંચાયત સેક્રેટરી એટલેકે તલાટી કમ મંત્રીની સ્પધાત્મક પરીક્ષામાં હજારો યુવક -યુવતીઓએ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવા આ પરીક્ષા આપી હતી. ભરૂચમાં પણ 18000 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. મોટી સંખ્યામાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા અને અનુકૂળ વાતાવરણ ઉભું કરવું તંત્ર માટે પણ એક પડકાર હતો. અન્ય શહેરોમાંથી પરીક્ષા આપવા ભરૂચમાં આવેલા કેટલાક પરીક્ષાર્થીઓ નાની મોટી તકલીફોમાં પણ પડ્યા હતા. આ સમયે ભરૂચમાં માનવતાના અનેક ઉદાહરણ જોવા મળ્યા હતા. રીક્ષા ચાલકે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી ચાર્જ લીધા વગર પહોંચાડ્યા તો પોલીસે(Police) કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે અટવાઈ પડેલા યુવક – યુવતીઓના મદદગારની ભૂમિકા ભજવી હતી.

ભરૂચમાં 400 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતા

ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાતમક લેખિત પરીક્ષા તારીખ ૦૩/૦૫/૨૩ના રોજ યોજાઈ હતી. ભરૂચ જીલ્લામાં 60 કેન્દ્ર , ૬૦૦ બ્લોક અને ૧૮૦૦૦ ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા જે અન્વયે ભરૂચ જીલ્લા ખાતે આ લેખિત પરીક્ષાનું સુચારૂ રૂપે આયોજન અને સંચાલન થાય તેમજ ઉમેદવારો નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તેમજ ડો.લીના પાટીલ પોલીસ અધિક્ષકના માર્ગેદાન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા કુલ ૬૦ કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત તેમજ ટ્રાફીક નિયમનની કામગીરી માટે 2 નાયબ પોલીસ અધિક્ષક, 8 પોલીસ ઈન્સ્પેકટર, 42 પોલીસ સબ ઈન્સ્પેકટર તથા 367 જેટલા પોલીસ કર્મચારી અને 1 એસ.આર.પી. સેકસન બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા હતા.

રીક્ષા ચાલકે પરીક્ષાર્થીઓને નિઃશુલ્ક સેવા આપી

રવિવારની રજા અને પબ્લિક ટ્રાન્સપોર્ટની ઓછી વ્યવસ્થાના કારણે બહારગામથી અંકલેશ્વરમાં આવેલા કેટલાક પરીક્ષાર્થીઓને કેન્દ્ર શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે એક રીક્ષા ચાલકે પસંશનીય પગલું ભર્યું હતું. ઈરફાન શેખ નામના રીક્ષા ચાલકે એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર પરીક્ષાર્થીઓને તેમના કેન્દ્ર સુધી પહોંચાડય હતા. ભરૂચ જિલ્લા પોલીસે આ રિક્ષાચાલકની માનવતાને બિરદાવી હતી.

SHE ટીમની પ્રસંશનીય કામગીરી

કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરીમાં તૈનાત કરાયેલ પોલીસકર્મીઓ પણ મદદગાર તરીકે સામે આવ્યા હતા. અંકલેશ્વરમાં રેલવે સ્ટેશનથી પરીક્ષા કેન્દ્ર પગપાળા જતા પરીક્ષાર્થીઓ ઉપર અંકલેશ્વર શહેર SHE ટીમની પેટ્રોલીંગ દરમિયાન નજર પડી હતી ત્યારે આ ઉમેદવારોને અંકલેશ્વર શહેર SHE ટીમે સરકારી વાહનમાં સમયસર કેન્દ્ર પર પહોંચાડ્યા હતા.ઝાડેશ્વર ખાતે એક યુવતી ખુબ ગભરાઈ ગઈ હોવાની ભરૂચ SHE ટીમને માહિતી મળતા તેની પાસે પહોંચી મનોબળ વધારી પરીક્ષાએ કેન્દ્ર ખાતે પહોચાડવામાં આવી હતી.

પોલીસ બની મદદગાર

વલસાડ જિલ્લા ખાતેથી અંકલેશ્વર એક પરીક્ષાર્થી પરીક્ષા આપવા આવ્યો હતો. આ પરીક્ષાર્થી પોતાના પરીક્ષા કેન્દ્રથી દૂર પહોંચી ગયો હતો. અંકલેશ્વર શહેર એ ડીવીઝન પો.સ્ટે.ની આલ્ફા-ર મોબાઇલ પેટ્રોલીંગ વાનને પરીક્ષાર્થીની જાણ થતા આ પરીક્ષાર્થીને પોલીસ દ્વારા આ તાત્કાલિક તેઓના પરીક્ષા કેન્દ્ર પર પોહચાડવામાં આવ્યો હતો.

પરીક્ષાર્થીઓએ પાસપોર્ટ ફોટા લાવવા સૂચના આપવામાં આવી હતી. ઉતાવળ અને પરીક્ષાની ચિંતામાં ઘણા યુવક – યુવતીઓ ફોટા ભૂલી ગયા હતા.ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન અને નબીપુર પોલીસે રજા હોવા છતાં દુકાનદારોનો સંપર્ક કરી દુકાન ખોલાવી ફોટાની વ્યવસ્થા કરી આપી હતી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">