નર્મદા નદીમાં આવેલા ઘંતુરિયા બેટ પર પીવાના પાણીની તંગી વન્ય પશુઓ માટે ખતરો બને તેવો માછી સમાજે ભય વ્યક્ત કર્યો

|

May 05, 2022 | 7:14 PM

ઘંતુરિયા બેટ ઉપર જંગલી રાણી ગાય અને સાંઢ , જંગલી શ્વાન, શિયાળ, રોઝ, નીલગાય, ઝરખ, દીપડા, સાપ, અજગર અને બીજી ઘણા વન્ય પશુઓ વસવાટ કરે છે. આ પશુઓના અસ્તિત્વ સામે ખતરો આવી શકે છે. 

નર્મદા નદીમાં આવેલા ઘંતુરિયા બેટ પર પીવાના પાણીની તંગી વન્ય પશુઓ માટે ખતરો બને તેવો માછી સમાજે ભય વ્યક્ત કર્યો
ધંતુરીયા બેટની ફાઈલ તસ્વીર

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઘંતુરિયા ગામે નર્મદા નદીમાં આવેલા ઘંતુરિયા બેટ પર જીવતા વન્ય પશુઓની વસ્તી ગણતરી કરવા અને તેમના માટે પીવાના મીઠા પાણીની વ્યવસ્થા કરવા સરકાર, CPCB, GPCB, અધિક મુખ્ય સચિવ, ભરૂચ કલેકટર, વન વિભાગને ભરૂચ જિલ્લા માછી સમાજ દ્વારા રજુઆત કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના ઘંતુરિયા અને ભરૂચના વડવાની વચ્ચેથી વહેતી નર્મદા નદીના વહેણની વચ્ચે CRZ વિસ્તારમાં વિશાળ ઘંતુરિયા બેટ બનેલો છે. આ ઘંતુરિયા બેટ પર મોટી સંખ્યામાં ખેડૂતો પણ  50 વર્ષો ઉપરાંતથી ખેતી કરીને પોતાના પરીવારનું જીવન નિર્વાહ કરે છે.

ઘંતુરિયા બેટ ઉપર જંગલી રાણી ગાય અને સાંઢ , જંગલી શ્વાન, શિયાળ, રોઝ, નીલગાય, ઝરખ, દીપડા, સાપ, અજગર અને બીજી ઘણા વન્ય પશુઓ વસવાટ કરે છે. આ પશુઓના અસ્તિત્વ સામે ખતરો આવી શકે છે.  નર્મદા નદીના પાણી આ વિસ્તારમાં લાંબા સમય સુધી ખારા થઈ રહ્યા છે ત્યાંરે ત્યારે પીવાલાયક પાણીની અછતને કારણે કાળઝાળ ગરમીમાં આ પશુઓના મૃત્યુ નીપજી શકે છે.

માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાળાએ જણાવ્યું હતું કે પશુઓ પીવાના પાણીના અભાવે મરી રહ્યા છે. સમસ્યસર પગલાં નહિ ભરાય તો અહીંના વન્ય પશુઓ ભૂતકાળ બની શકે છે. સમસયર સરકારે જાગીને પાણી માટે વ્યવસ્થા કરવી જોઈએ.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

વર્તમાન સમયમાં જ્યારે વનવિસ્તાર ઘટી રહ્યા છે તથા વન્ય પશુઓના વસવાટનો વિસ્તાર ઘટી રહ્યો છે ત્યારે આ ઘંતુરિયા બેટ અને તેમાં વસતા વન્ય પશુઓની જાળવણી રાખવી ખૂબ જરૂરી છે અને વર્તમાન સમયની લોકોની આ માંગ પણ છે જેથી ઘંતુરિયા બેટ પર વસતા પ્રાણીઓની વસ્તી ગણતરી કરી તેમના માટે તથા ખેડૂતો માટે  મીઠા પાણીની વ્યવસ્થા કરવી તાત્કાલિક ધોરણે ખૂબ જરૂરી છે.  ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાલાએ સરકારમાં મેઈલ કરી આવેદનપત્ર આપીને ઘંતુરિયા બેટ સંબંધિત જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.

ક્યાં મુદ્દાઓની રજુઆત કરાઈ ?

  • ઘંતુરિયા બેટ પર વસતા જંગલી વન્ય રાણી ગાય, જંગલી સાંઢ, જંગલી શ્વાન, શિયાળ, રોઝ, નીલગાય, ઝરખ, દીપડા, સાપ, અજગર અને અન્ય વન્ય પશુઓની  વસ્તી ગણતરી કરવામાં આવે.
  • ઘંતુરિયા બેટ પર વસતા પશુઓ માટે પીવાના મીઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
  • ઘંતુરિયા બેટ વિસ્તાર જે CRZ વિસ્તારમાં આવેલો હોય ત્યાંની જીવસૃષ્ટિનું પર્યાવરણનું CRZ તથા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ, વન સંરક્ષણ અધિનિયમ મુજબ તથા નૈતિક જવાબદારીના ભાગરૂપે ત્યાં વસતા જાનવરોનું રક્ષણ કરવાના પગલાં લેવામાં આવે.
  • ઘંતુરિયા બેટ પર વસતા ખેડૂતોની વસ્તી ગણતરી અને ખેડાણમાં આવેલા ખેતરોની તેમના નામે માપણી કરવામાં આવે અને જમીન ખેડૂતોના નામે કરવામાં આવે.
  • ખેડૂતો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે.

Published On - 7:14 pm, Thu, 5 May 22

Next Article