પહેલા તિરાડો પડી .. પછી જમીન ધસી અને હવે ધરાશાયી થઈ રહ્યા છે બાંધકામ… ગુજરાતમાં આ સ્થળે જોશીમઠની ઘટનાઓનું થઈ રહ્યું છે પુનરાવર્તન

|

Jan 31, 2023 | 8:20 PM

જીઆઇડીસીને પાણી પહોંચાડવા ૩ દાયકા પૂર્વે બનાવાયેલ ઝઘડિયાનું પંપ હાઉસ અને પાંચ વર્ષ પહેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 70 ગામોના 96 હજાર લોકોને પીવાનું પાણી પૂરું પાડવા બનાવાયેલ પંપ હાઉસને પણ નુકસાન થયું છે .પાણી પુરવઠાના પમ્પ હાઉસના કોલમ ત્રાંસા થઈ ગયા છે.

પહેલા તિરાડો પડી .. પછી જમીન ધસી અને હવે ધરાશાયી થઈ રહ્યા છે બાંધકામ... ગુજરાતમાં આ સ્થળે જોશીમઠની ઘટનાઓનું થઈ રહ્યું છે પુનરાવર્તન
An incident like Joshimath also came to light in Gujarat

Follow us on

બદ્રીનાથ નજીક આવેલ જોશીમઠ હાલ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. જોશી મઠમાં ભૂસ્ખલનને કારણે સેંકડો ઈમારતોમાં મોટી તિરાડો પડી ગઈ છે અત્યાર સુધીમાં 600થી વધુ ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. જમીન ધસી જવાની વારંવારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જોશીમઠને સિંકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આવીજ ઘટના ગુજરાતમાં પણ સામે આવી છે. નર્મદા નદીમાં દક્ષિણ કિનારે ભેખડો ધસી પડવાના કારણે સ્થાનિકો ચિંતાતુર બન્યા છે. ભરૂચ જિલ્લાના નર્મદા ઘાટ માટે કહેવાય છે કે અહીં કંકર તેટલા શંકર… નર્મદાના અનેક પૌરાણિક દેવાલય આવે છે જે અસલામત બની રહેલા કિનારાઓના કારણે ઐતીહાસી વારસો ગુમાવવાનો ભય વ્યક્ત કરી રહયા છે. હાલમા શ્રી ઉદાસીન કાર્ષણી કુટીયા મંદિરના તળમાં 50 ફૂટ તિરાડ પડતા મંદિર ધરાશાયી થવાથી મિલ્કત સાથે આસ્થાને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

જમીન આશરે 100 ફૂટ ધસી ગઈ

જીઆઇડીસીને પાણી પહોંચાડવા ૩ દાયકા પૂર્વે બનાવાયેલ ઝઘડિયાનું પંપ હાઉસ અને પાંચ વર્ષ પહેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 70 ગામોના 96 હજાર લોકોને પીવાનું પાણી પૂરું પાડવા બનાવાયેલ પંપ હાઉસને પણ નુકસાન થયું છે .પાણી પુરવઠાના પમ્પ હાઉસના કોલમ ત્રાંસા થઈ ગયા છે.કિનારે જમીન આશરે 100 ફૂટ ધસી ગઈ છે અને હજુ પણ ધસી રહી છે.

પૌરાણિક શિવાલયોમાં ધોવાણ

શ્રી ગૌતમેશ્વર મહાદેવ મંદિર 3 સૈકા પૌરાણિક છે. આ તીર્થનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં પણ છે . સો વર્ષ પહેલા મંદિરની બાજુમાં મોટું ફળિયું વસ્યું હતું ધીમે ધીમે કિનારો ધોવાતા લોકોએ વિસ્થાપન કરવું પડ્યું છે . 35 વર્ષથી સાધુ રામદાસ શિવજીની સેવા અને પૂજા કરે છે. શિવાલયના તળની માટી ધોવાઈ ગઈ છે. સદનશીબે ગૌતમેશ્વર મહાદેવના મંદિરને આંચ આવી નથી. અહીં ગૌતમેશ્વર મહાદેવની સ્થાપના ગૌતમ ઋષિએ કરી હતી અને તેની સામે તેમના ધર્મપત્ની અહલ્યાબાઈ એ અહેલેશ્વરની સ્થાપના કરી હતી. મંદિરનો ઘણો હિસ્સો ધોવાઈ ગયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સંરક્ષણ દીવાલની માંગ

2 સૈકા પહેલા ઓમકારેશ્વરથી પરિક્રમા પૂર્ણ કરી કૃષ્ણપરી નર્મદા દક્ષિણ કિનારે આવેલ ત્યારે અહીં આવી કુટિર બનાવી હતી. આ સમયે નર્મદાનો કિનારો મોટી કોરલ તરફ હતો. ધીમે ધીમે નદીનો પટ મોટો થઈ રહ્યો છે .અહીં લાખો રૂપિયાના ખર્ચે નર્મદામાતા , હનુમાનજી , નવગ્રહ ,ગણેશજી અને શિવજીનું મંદિર નિર્માણ પામ્યા હતા.અહીં નર્મદા પરિક્રમાવાસીઓ માટે આશ્રમ, ભોજનશાળા તેમજ વિશ્રામસ્થાન બનાવ્યું હતું પરંતુ હાલ એક મહિના પહેલા મોટી તિરાડો પડી આશરે 50 ફૂટ જેટલો ભાગ નદીમાં સમાધિ લઈ ગયો હતો. દક્ષિણ તટ ઉપર સંરક્ષણ દીવાલ ખૂબ આવશ્યક હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

Published On - 8:20 pm, Tue, 31 January 23

Next Article