Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankleshwar ની UPL કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો, ગંભીરરીતે ઈજાગ્રસ્ત એક કમર્ચારીને Airlift કરી મુંબઈ ખસેડાશે

બનાવને લઈ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીએ સ્ટોક એક્સચેન્જની ઘટનાની જાણ કરી જરૂરી માહિતી આપી છે. કંપનીએ BSE ને જણાવ્યું છે કે આજે સવારે લગભગ 7.00 વાગ્યે (IST) અમારા અંકલેશ્વર યુનિટ-1 ખાતેના એક પ્લાન્ટમાં આગ લાગી હતી.

Ankleshwar ની UPL કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો, ગંભીરરીતે ઈજાગ્રસ્ત એક કમર્ચારીને Airlift કરી મુંબઈ ખસેડાશે
યુપીએલ કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 12:57 PM

અંકલેશ્વર જીઆઈડીસી(Ankleshwar GIDC)માં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના યુનિટ 1(UPL Unit -1) માં સવારે લાગેલી ભીષણ આગ ઉપર આખરે કાબુ મેળવી લેવાયો છે.હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે પ્લાન્ટમાં કૂલિંગની પ્રક્રિયા હજુ થોડા કલાકો સુધી ચાલુ રાખવામાં આવશે. વહેલી સવારે MCP પ્લાન્ટમાં ધડાકા સાથે આગ લગતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી 1 કમર્ચારીની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે જેને એરલિફ્ટ કરી મુંબઈ ખસેડવા તૈયારી હાથ ધરવામાં આવી રહી છે.

આખરે આગની ઘટનાના ત્રણ કલાક બાદ સ્થિતિ સંપૂર્ણ નિયંત્ર હેઠળ હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે જાહેર કરતા સ્થાનિકો અને વહીવટી તંત્ર બંનેએ રાહતનો દમ લીધો હતો. સવારે 7 વાગ્યાના અરસામાં UPL યુનિટ 1 માં પ્રેસર ટેન્કમાં તાપમાન વધી જવાના કારણે તેમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. ઘટનામાં નજીકમાં કામ કરતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સમાં જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને એસપી ભરૂચ લીના પાટીલ સહીત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોને પૂરતી અને શ્રેષ્ઠ સારવાર મળે તેની ખાતરી કરવામાં આવશે.

અંકલેશ્વરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નીતિકા પટેલે મીડિયાને જણાવ્યું હતું કે 6 પૈકી 4 ઈજાગ્રસ્ત હાલમાં ICU માં સારવાર લઈ રહ્યા છે. એક ઇજાગ્રસ્તને 85 ટકા જેટલી ઈજાઓ છે. કર્મચારીનો જીવ બચાવવા માટે તેને એરલિફ્ટ કરી મુંબઈની હોસ્પિટલમાં ખસેડવા પણ વિચારણા સાથે વિકલ્પોની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

IPL 2025 પહેલા કાવ્યા મારનની સનરાઈઝર્સ હૈદરાબાદના ફેન્સ માટે ખાસ ઓફર
Lady IPS : ગુજરાતના આ મહિલા IPSના શીરે છે PM મોદીની સિક્યુરિટી ની જવાબદારી
SIP Tips : માત્ર 10,000 રૂપિયાની SIP એ બનાવ્યા કરોડપતિ, બનાવ્યું 2 કરોડનું ફંડ
વિરાટ કોહલી અને રોહિત શર્માના પગારમાં થશે મોટો ઘટાડો !
Fortuner નું ધાંસુ અને Legender નું સસ્તું મોડલ થયું લોન્ચ
દુનિયના સૌથી મોટા તાનાશાહ કિમ જોંગની પુત્રી સાથે તસવીરો વાયરલ

બનાવ સંદર્ભે પોલીસ ઉપરાંત જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પણ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ આગ લાગવાનું કારણ અને ઘટના પાછળના પરિબળોની તપાસ કરી રહ્યા છે. ડિઝાસ્ટર મેન્જમેન્ટ સેન્ટરના મેનેજર મનોજ કોટડીયાએ જણાવ્યું હતું કે પ્લાન્ટમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. હાલ આગના કારણે ચિંતાની કોઈ સ્થિતિ નજરે પડી રહી નથી.

બનાવને લઈ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીએ સ્ટોક એક્સચેન્જની ઘટનાની જાણ કરી જરૂરી માહિતી આપી છે. કંપનીએ BSE ને જણાવ્યું છે કે આજે સવારે લગભગ 7.00 વાગ્યે (IST) અમારા અંકલેશ્વર યુનિટ-1 ખાતેના એક પ્લાન્ટમાં આગ લાગી હતી. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. અમારી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે સ્થાનિક ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો છે. ઘટનાસ્થળે 5 લોકો ઘાયલ થયા છે અને તેઓ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

UPL statment on fire

g clip-path="url(#clip0_868_265)">