ભરૂચમાં પોક્સો કોર્ટનો દાખલારૂપ ચુકાદો : બાળકી સાથે જાતીય સતામણીના કેસમાં આરોપીને 5 વર્ષની સજા ફટકારી

ભરુચ ખાતે રોહિતવાસમાં રહેતી બાળકી દાદીના ઘરે હતી અને તે વખતે તેણી બહાર ઘર આગળ રમતી હતી તે દરમ્યાન આરોપી સિદ્દીક અલી ઇશાક દંટી નાએ ભોગબનનાર બાળકીને ચોકલેટ આપવાના બહાને દુકાનમા બોલાવી હતી.

ભરૂચમાં પોક્સો કોર્ટનો દાખલારૂપ ચુકાદો : બાળકી સાથે જાતીય સતામણીના કેસમાં આરોપીને 5 વર્ષની સજા ફટકારી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 8:30 AM

ભરચ(Bharuch)ના પશ્ચિમ વિસ્તારમાં બાળકીને ચોકલેટ આપવાના બહાને દુકાનમાં બોલાવી શારીરિક અડપલાં કરનારશખ્શને ભરૂચના એડીશનલ સેશન્સ અને સ્પેશ્યલ પોક્સો અદાલતના જજ એ. કે. રાવ દ્વારા ૦૫ વર્ષની કેદની સજા અને ૫૦૦૦ દંડ તથા પોકસો એક્ટ ની કલમ ૧૨ હેઠળ ૩ વર્ષની કેદની સજા અને રૂપિયા ૫૦૦૦ દંડ અને દંડ ના ભરે તો વધુ ૩ મહિનાની કેદની સજા ફટકારી છે. સરકર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ આર. જે. દેસાઈ દ્વારા બનાવ હીન કક્ષાની માનસિકતા દર્શાવતો અને ભવિષ્યમાં આવા બનાવ અટકાવવા દાખલરૂપ સજાણીઓ માંગ કરવામાં આવતા કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને સજા ફટકારી છે.

બાળકીને દુકાનમાં બોલાવી અડપલાં કાર્ય

ભરુચ ખાતે રોહિતવાસમાં રહેતી બાળકી દાદીના ઘરે હતી અને તે વખતે તેણી બહાર ઘર આગળ રમતી હતી તે દરમ્યાન આરોપી સિદ્દીક અલી ઇશાક દંટી નાએ ભોગબનનાર બાળકીને ચોકલેટ આપવાના બહાને દુકાનમા બોલાવી હતી. આ નરાધમે ચોકલેટ આપવાના બહાને બાળકીને દુકાનમા અંદર લઈ જઈને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. હીન માનસિકતા સાથે બાળકી સાથે શારીરિક અડપલાં કરવા લગતા બાળકી રડવા લાગતા ગભરાયેલા દુકાનદારે દરવાજો ખોલી કિશોરીને ભગાડી મૂકી હતી. ઘટનાથી ભયભીત ભોગબનનાર દોડીને દુકાનની બહાર આવી ગઈ હતી અને બનાવની જાણ તેની ફોઇ અને દાદીને કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ભરૂચ બી ડિવિઝન પોલીસે તપાસ બાદ ચાર્જશીટ કરી

બનાવ બાબતે ભોગબનનારના પિતાએ ઘટના બાબતની ફરિયાદ ભરુચ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ભરુચ શહેર “બી” ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૩૭૬ (એબી) તથા બાળકોને જાતીય સતામણી થી રક્ષણ આપતા કાયદાની કલમ ૪, ૬ અને ૧૨ મુજબના ગુના સબબ આરોપી વિરુધ્ધ ચાર્જશીટ કરી હતી. આ કેસ ભરૂચના એડીશનલ સેશન્સ અને સ્પેશ્યલ પોક્સો અદાલતના જજ એ. કે. રાવની કોર્ટમાં ચાલતા સરકાર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ આર. જે. દેસાઈએ કેસમાં મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકાર તરફે દલીલોના આધારે સરકારી વકીલ આર. જે. દેસાઈની દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ પોક્સો જજ એ. કે. રાવ દ્વારા આરોપી સિદ્દીક અલી ઇશાક દંટી રહેવાસી મદીના હોટલ સામે, મોટા નાગોરીવાડ, ભરુચનાઓને તકસીરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ હેઠળ ૦૫ વર્ષની કેદની સજા અને ૫૦૦૦ દંડ તથા પોકસો એક્ટ ની કલમ ૧૨ હેઠળ ૩ વર્ષની કેદની સજા અને રૂપિયા ૫૦૦૦ દંડ અને દંડ ના ભરે તો વધુ ૩ મહિનાની કેદની સજાનો હુકમ તથા પોકસો ના કાયદાની કલમો હેઠળ શંકાનો લાભ આપતો હુકમ ૧૬.૦૯.૨૦૨૨ ના રોજ ફરમાવવામાં આવ્યો છે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">