BHARUCH : અણખી નજીક ટ્રકની અડફેટે મોટરસાઇકલ સવાર બે મિત્રોના મોત નિપજ્યા

|

Dec 30, 2021 | 7:39 AM

ઘટનાને પગલે સ્થળ પર લોક ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસને જાણ કરાતા બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી

BHARUCH : અણખી નજીક ટ્રકની અડફેટે મોટરસાઇકલ સવાર બે મિત્રોના મોત નિપજ્યા
2 killed in accident near jambusar

Follow us on

જંબુસર તાલુકાનાં અણખી ગામ પાસે વડોદરા જવાનાં માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે આશાસ્પદ યુવકોનાં મોત નિપજ્યાં હતા. આમોદ નગરના આમલીપુરા ગામે વણકરવાસમાં રહેતા બે યુવાનો વડોદરા કામ અર્થે ગયા હતા. જેઓ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જંબુસર તાલુકાના અણખી ગામે નજીક અકસ્માત નડ્યો હતો.

આમોદના આમલીપુરા વિસ્તારના બે આશાસ્પદ યુવાનો રવવિકુમાર ભરતભાઈ પરમાર અને પરેશ રમણભાઈ રણા અંગત કામ અર્થે વડોદરાના અભોર ગામે ગયા હતા. કામ પતાવી બાઈક ઉપર પરત આમોદ આવી રહ્યા હતા દરમિયાન આણખી રોડ પર વાવલી પાસે સ્કોટ કેઈસા કંપનીની સામેથી પસાર થતા હતા તે વેળાં સામેથી આવી રહેલી ડમ્પરના ચાલકે બાઈકને ટક્કર મારતાં બંને યવકો રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાને પગલે રવિ પરમારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઈજાગ્રસ્ત પરેશને તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જોકે ટૂંકી સારવાર બાદ તેનું પણ મોટ નીપજ્યું હતું.

ઘટનાને પગલે સ્થળ પર લોક ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસને જાણ કરાતા બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનામાં રવિનું ઘટનાસ્થળે જયારે પરેશ રણાને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ લઈ જવાય બાદ તેનું મોત નિપજ્યું હતું. બે યુવાનોના મોતને પગલે ગ્રામજનો અને સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જંબુસરમાં અકસ્માતમાં વધતા બનાવ
જંબુસર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. આ અગાઉ ૨૬ ડિસેમ્બરે જંબુસરના મગણાદ ગામ નજીક ટેમ્પો અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ૬ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી

આ પણ વાંચો : BHARUCH : હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર, 10 ટાંકી સહિત 44 MLD પાણીનું મેનેજમેન્ટ પૂર્ણ પણે ઓટોમેટિક રહેશે

 

આ પણ વાંચો : BHARUCH : કાંકરિયા ધર્માંતરણ કેસમાં NRI હાજી અબ્દુલ્લા ફેફડાવાલા સહીત 5 સામે ધરપકડ વોરંટ જારી કરાયું

Next Article