AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર, 10 ટાંકી સહિત 44 MLD પાણીનું મેનેજમેન્ટ પૂર્ણ પણે ઓટોમેટિક રહેશે

ઔદ્યોગિક નગરી ભરૂચમાં નગરપાલિકા હદ ક્ષેત્રમાં રહેતા દોઢ લાખથી વધુ લોકો 44 MLD પાણીનો ઉપયોગ કરે છે. નર્મદા યોજના અંતર્ગત ભરૂચના માતરિયા તળાવ ખાતે આ પાણી સ્ટોર કરી 10 ટાંકીઓ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરવઠો અપાય છે.

BHARUCH : હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર, 10 ટાંકી સહિત 44 MLD પાણીનું મેનેજમેન્ટ પૂર્ણ પણે ઓટોમેટિક રહેશે
An automatic system will manage 10 tanks and 44 MLD of water
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 9:45 AM
Share

ભરૂચ નગરપાલિકા(Bharuch Nagar Palika)એ પાણી પુરવઠા(Water Supply)ની વ્યસ્થાને આધુનિક સ્વરૂપ આપી ફિલ્ટરેશન પ્લાન્ટ અને શહેરની ૧૦ ટાંકીઓની સંપૂર્ણ કામગીરીને એક કંટ્રોલરૂમથી સંચાલિત કરી છે. આ આધુનિક ટેક્નોલોજી મેન્ટેનન્સ કોસ્ટ , વીજ ખર્ચ અને પાણીનો વ્યય ઘટાડશે. આવી જાણીએ શું છે આખો પ્રોજેક્ટ

ઔદ્યોગિક નગરી ભરૂચમાં નગરપાલિકા હદ ક્ષેત્રમાં રહેતા દોઢ લાખથી વધુ લોકો 44 MLD પાણીનો ઉપયોગ કરે છે. નર્મદા યોજના (Narmada River Project)અંતર્ગત ભરૂચના માતરિયા તળાવ ખાતે આ પાણી સ્ટોર કરી 10 ટાંકીઓ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરવઠો અપાય છે.

ભરૂચ શહેરની અનઇવન ટોપોગ્રાફીનો પડકાર ભરૂચ શહેરની અનઇવન ટોપોગ્રાફી પાણી પુરવઠા વિભાગ માટે એક પડકાર સમાન મનાય છે. ભરૂચના કેટલાક વિસ્તાર ઊંચા ટેકરા ઉપર છે જયારે કેટલાક વિસ્તારો નર્મદા નદીના કિનારા સહીત નીચાણવાળા સ્થળોએ આવેલા છે. આ સંજોગોમાં પ્રેસર મેન્ટેન રાખવું પડકાર સમાન બની રહ્યું છે. કર્મચારી વાલ્વ ખોલવામાં થોડી પણ બેદરકારી રાખે તો લીકેજ અને મોટરને નુકસાન જેવા પરિણામ સામે આવે છે.

સમસ્યાનો હલ કાઢવા ભરૂચ નગર પાલિકાએ કેન્દ્ર સરકારની અમૃત મિશન યોજન હેઠળ વોટર સપ્લાયની આખી પ્રક્રિયા ડિજિટલ અને ઓટોમેટિક બનાવી છે. વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ અપગ્રેડેશનથી પાણી અને વીજળીના વ્યય ઉપર બ્રેક લાગવા સાથે મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો આવશે

૧૦ ટાંકી અને ફિલ્ટરેશન પ્લાન્ટને નેટવર્કથી જોડવામાં આવ્યા અત્યારસુધી પમ્પ બંધ – ચાલુ કરવા, લેવલીંગ , ફ્લો અને પ્રેસર મેન્યુઅલ કરાતા હતા. હવે આખી પ્રક્રિયા ટેક્નોલોજી આધારિત બની છે. વોટર સપ્લાયના આખા નેટવર્ક જેમાં 10 ટાંકી , સમ્પ અને ફિલ્ટરેશન પ્લાન્ટને પાલિકા સ્થિત કંટ્રોલરૂમ સાથે જોડવામાં આવ્યા છે. હવે તમામ કામગીરી ટેક્નોલોજીથી સેન્સરની મદદથી થાય છે. વિભાગના ઈજનેર વિશ્વજીતસિંહના જણાવ્યા અનુસાર કર્મચારી વાલ્વ સહેજ પણ વધુ ખોલે તો પ્રેસર વધવાથી લીકેજ જેવી સમસ્યાઓ આવતી હતી જે હવે ભૂતકાળ બનશે.

૬ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને આગામી સમયમાં પણ ટેક્નોલોજી સાથે અપગ્રેડ કરી શકાય તેવી જોગવાઈ રાખવામાં આવી છે. ૩ વર્ષથી આ સિસ્ટમની ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદરી સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર કંપનીની રહેશે જે ભરૂચ શહરમાં અવિરત પાણી પુરવઠો શહેરીજનો સુધી પહોંચે તેની ખાતરી પણ રાખશે.

આ પણ વાંચો :  BHARUCH : કાંકરિયા ધર્માંતરણ કેસમાં NRI હાજી અબ્દુલ્લા ફેફડાવાલા સહીત 5 સામે ધરપકડ વોરંટ જારી કરાયું

આ પણ વાંચો :  અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો પાણી પ્રદૂષિત કરતા હોવાનો વિડીયો વાયરલ, ઉદ્યોગ મંડળે સમગ્ર ઘટના પર આપ્યો આવો જવાબ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">