AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : મંદિરમાં ચોરી કરી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનાર ચોર જેલ હવાલે કરાયો

ભરુચ શહેર એ ડીવીઝન વિસ્તારમા મંદિરમા ચોરીના ગુનાનોનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ભરૂચ : મંદિરમાં ચોરી કરી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનાર ચોર જેલ હવાલે કરાયો
| Updated on: Jan 01, 2024 | 9:46 AM
Share

ભરુચ શહેર એ ડીવીઝન વિસ્તારમા મંદિરમા ચોરીના ગુનાનોનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા સ્થાનિક પોલીસને જિલ્લામાં મિલ્કત સબંધી ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અભિયાન ચલાવવા સૂચના આપી છે.

ઉચ્ચ અધિકારીઓની સૂચનાના પગલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.રાઠોડના માગદર્શન હેઠળ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી જરૂરી એકશન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે.

કવાયતના ભાગરૂપે ભરૂચ એલ.સી.બી. ના પો.સ.ઇ. પી.એમ.વાળાની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન જણવા મળ્યું હતું કે ” એક સીસીટીવી ફુટેજમાં  શકમંદ ઇસમ રોયલ ઇન્ફીલ્ડ થન્ડરબર્ડ મોટર સાયકલ નંબર GJ-16-BH- 0824 પાર્ક કરી તેના ઉપર બેસેલ છે અને લાલબજાર ચોક ખાતે હાજર છે”

હકિકત આધારે લાલબજારચોક થી સદર ઇસમને ઉપરોક્ત મોટર સાઇકલ સાથે ઝડપી પાડી  એલ.સી.બી.કચેરી ભરૂચ ખાતે તેની ઉંડાણપુર્વકની પુછપરછ કરતા આરોપીએ બે દિવસ અગાઉ બપોરના સમયે ભાગાકોટમાં આવેલ સિધ્ધીવીનાયકના મંદીર માંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી.

ગુનાની હકિકત જણાવતા તોસીફ ગુલામ મહંમદ શેખ રહે.ધોબીવાડ રજા મસ્જીદ પાસે ભઠીયારવાડ તા.જી.ભરુચ નામના આરોપી પાસેથી કુલ કિંમત રૂપિયા 51500 કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડની સલંગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.ને તેને સોંપવામાં આવ્યો હતો.

મુસાફરના સ્વાંગમાં દારૂના ખેપીયા ઝડપાયા

ભરૂચ પોલીસે 31 ડિસેમ્બરની રાત્રી દરમિયાન દારૂની મહેફિલો અને નશાની બળી ન ફેલાય તે માટે વિશેષ કામગીરી હાથ ધરી હતી. પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન મુલદ નજીક મુસાફરના સ્વાંગમાં દારૂના બે ખેપીયા ઝડપી પડાયા હતા. આખેપિયાઓ ભરૂચમાં દારૂ લઈને આવતા હતા. તેમની પાસેની ટ્રાવેલ બેગમાંથી દારૂનો જથ્થો પણ કબ્જે લેવાયો હતો. પોલીસે 2 લોકોની ધરપકડ સાથે એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ સહિત રાજ્યમાં નવા વર્ષને આવકારવા યુવાધન હિલોળે ચડ્યું, ઠેર ઠેર ડીજે અને નાઇટ પાર્ટીનું આયોજન

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">