AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch SOGએ દર્દીઓ ઉપર ઇલાજના નામે અખતરાં કરતા 7 મુન્નાભાઈને ઝડપી પાડી National Doctors Day ની ઉજવણી કરી

Bharuch : ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)ની ટીમે ભરૂચ જિલ્લામાં વિશેષ અભિયાન હાથ ધરી 24 કલાકમાં 7 બોગસ તબીબો(Bogus Doctors)ને ઝડપી પડી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઝોલાછાપ ડોકટરોએ દવાખાનાના પાટિયા લટકાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા માંડ્યા હતા.

Bharuch SOGએ દર્દીઓ ઉપર ઇલાજના નામે અખતરાં કરતા 7 મુન્નાભાઈને ઝડપી પાડી National Doctors Day ની ઉજવણી કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 10:53 AM
Share

Bharuch : આજે 1 લી મે ના રોજ National Doctors Day  તરીકે મનાવવામાં આવે છે. આજે ભરૂચ પોલીસે 7 મુન્નાભાઈને ઝડપી પાડી ડોક્ટર્સ ડે ની વિશેષ રીતે ઉજવણી કરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)ની ટીમે ભરૂચ જિલ્લામાં વિશેષ અભિયાન હાથ ધરી 24 કલાકમાં 7 બોગસ તબીબો(Bogus Doctors)ને ઝડપી પડી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઝોલાછાપ ડોકટરોએ દવાખાનાના પાટિયા લટકાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા માંડ્યા હતા. Bharuch  SOG ના પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીની ટીમે જિલ્લાભરમાં આ બોગસ તબીબોને ઝડપી પાડવા તપાસ અભિયાન ચલાવ્યું હતું. તબીબી જ્ઞાનના અભાવે હાઈ  ડોઝની  દવાઓ આપી આ કહેવાતા તબીબોએ લોકો માટે જીવનું જોખમ ઉભું કરી દીધું હતું. પોલીસે IPC  અને ગુજરાત  મેડીકલ પ્રેકટીશનર એકટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક  વડોદરા વિભાગ સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક ભરૂચ ડૉ.લીના પાટીલની સુચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટરો” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. એ.એ.ચૌધરીનાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ. આર.એલ.ખટાણા તથા પો.સ.ઈ. આર.એસ.ચાવડા નાઓએ અલગ-અલગ ટીમો બનાવી પોલીસ કર્મચારીઓ સાથે ભરૂચ શહેર “એ”ડીવીઝન પો.સ્ટે.,નબીપુર પો.સ્ટે., અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન, અંકલેશ્વર શહેર બી ડીવી પો.સ્ટે.,વેડચ પો.સ્ટે., વાગરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન તપાસ અભિયાન હાથ ધર્યું હતું.

દવાઓનો જથ્થો પણ કબ્જે કરાયો

પોલીસે માહિતી મેળવી  કુલ-7  દવાખાના આરોગ્ય અધિકારીઓને સાથે રાખી ચેક કરતા કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓઅને  ઇન્જેકશન સાથે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 7 શખ્શો હાથ લાગ્યા હતા. આ તમામ પાસેથી કુલ રૂપિયા 1.70 લાખનો મુદામાલ કબ્જે કરી  કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ  વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ ૩૩૬ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૩ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

ઝડપાયેલા બોગસ તબીબોના નામ

  1.  મનોજકુમાર ચંપકલાલ વખારીયા રહે.મ.નં.AA /13 શુભલક્ષમી બંગલોઝ,ઝાડેશ્વર રોડ,ભરૂચ
  2. કરોરસિંગ દર્શનસિગ સંન્દુ રહે,મ.નં ૪૧પુષ્પકુંજ સોસાયટી,ઝાડેશ્વર રોડ,ભરૂચ
  3. ત્રીનાથ બાબુરામ બિસ્વાસ રહે.મ.ન. ૦૫ રાજપીપળા રોડ,સારંગપુર,તા.અંકલેશ્વર જી.ભરૂચ
  4. તુષાર શ્યામપદ રોય રહે.મ.નં-૧૦ આઈ.એસ રેસીડેન્સી,સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચ
  5. અબુલ અબદુર રઉફ રહે.રોશન સોસાયટી,મસ્જીદની બાજુમાં પિરામણ ગામ, તા.અંકલેશ્વર જી.ભરૂચ
  6. અરવિંદભાઈ દુખીભાઈ વિશ્વકર્મા રહે.પિલુદ્રા,મહાદેવ ટેકરો તા.જંબુસર જિ.ભરૂચ.
  7. પરેશભાઈ મનહરલાલ કંસારા રહે.સી/૬૦૧,અભ્યુદય હાઈટસ ટાવર-સી,દહેજ બાયપાસ રોડ ભરૂચ
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">