AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch Police એ એકજ દિવસમાં 12 લોકોને PASA હેઠળ જેલ હવાલે કર્યા, દારૂ જુગારના વેપલા સામે SP ડો.લીના પાટીલની લાલ આંખ

પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલે આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી જીલ્લામાં પ્રોહીબીશનની અસમાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ આરોપીઓનું ખાનગી રાહે લીસ્ટ તૈયાર કરાવ્યું હતું.

Bharuch Police એ એકજ દિવસમાં 12 લોકોને PASA હેઠળ જેલ હવાલે કર્યા, દારૂ જુગારના વેપલા સામે SP ડો.લીના પાટીલની લાલ આંખ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 7:55 PM
Share

પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવાના ઉદ્દેશથી દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા ભરૂચ પોલીસે કુલ 12 લોકોને જેલ હવાલે કર્યા છે. આ 12 લોકો દારૂ અને જુગારના કેસોનો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.જેલ ભેગા કરાયેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. હોળીના તહેવાર દરમ્યાન દારૂનું દુષણ અટકાવવા અને ગુનેગારોમાં કાયદાની ધાક બેસાડવા પોલીસે સાગમટે ૧૨ લોકો સામે PASA નું શસ્ત્ર ઉગામ્યું છે.

જિલ્લા મેજીસ્ટ્રેટે પાસા દરખાસ્તો ઉપર મંજૂરીની મહોર લગાવી

પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલે આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી જીલ્લામાં પ્રોહીબીશનની અસમાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ આરોપીઓનું ખાનગી રાહે લીસ્ટ તૈયાર કરાવ્યું હતું. ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) હેઠળ 12 લોકો સામે દરખાસ્તો તૈયાર કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચનાઓ તરફ મોકલી આપવામાં આવી હતી. ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહિબીશનની અસામજીક પ્રવૃતિ સાથે સંકળાયેલા એક મહિલા સહીત કુલ 12 લોકો સામે પાસાની મંજુરીનો હુકમ કરતા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ દ્વારા અલગ અલગ પો.સ્ટે.ના થાણા ઇન્ચાર્જ સાથે સતત સંપર્કમાં રહી પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો દ્વારા તમામ પાસા અટકાયતીને ઝડપી પાડી પાસા એકટના વોરંટની બજવણી કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જીલ્લાની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

PASA હેઠળ જેલ હવાલે કરાયેલ વ્યક્તિઓ

  1. રસિક વસાવા ,પાણેથા –  અમરેલી જેલ 
  2. જસ્ટિન વસાવા,  દરિયા – પાટણ જેલ 
  3. મનીષ વસાવા , સારંગપુર – જામનગર જેલ 
  4. સતિષ પટેલ , દહેગામ – જામનગર જેલ 
  5. અલ્પેશ પટેલ,- જુના કાસીયા – પાલનપુર જેલ 
  6. ઋષભ વસાવા, તુલસીધામ, ભરૂચ – મહેસાણા જેલ 
  7. ગંગાબેન વસાવા , જુના બોરભાઠા – મહેસાણા જેલ 
  8. ભીખા વસાવા,  દહેગામ –  પાલનપુર જેલ 
  9. અશ્વિન વસાવા, દહેજ – દાહોદ જેલ 
  10. પ્રેગ્નેશ પટેલ, સજોદ – ભાવનગર જેલ 
  11. તેજસ પટેલ,સજોદ – જૂનાગઢ જેલ 
  12. જાવીદ શેખ, હાંસોટ – અમદાવાદ સેન્ટ્રલ જેલ 

એકસાથે દારૂની 54 ભઠ્ઠીઓ ઉપર રેડ કરી 41ની ધરપકડ કરાઈ

ભરૂચ પોલીસે અંકલેશ્વરના અમરતપુરા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ ઉપર એકસમયે એકસાથે દરોડા પાડી 22 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ગામમાં દરોડા પાડી દારૂની ભઠ્ઠીઓ જેસીબીની મદદથી તોડી પાડી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આ મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે દરોડા પડ્યા ત્યારે અખાદ્ય ચીજો પણ મળી આવી હતી જેનો દારૂ બનાવવામાં ઉપયોગ થતો હોય છે. ઉલ્લેખનીય છે કે આઇપીએસ અધિકારી ડો. લીના પાટીલે ભરૂચ એસપી તરીકે ચાર્જ લીધી બાદ પણ આ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ તોડી પડાવી હતી. ફરીએકવાર બુટલેગરો બેફામ બનતા આજે રાઉન્ડ -2 હાથ ધરાયો હતો.

g clip-path="url(#clip0_868_265)">