AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : ભગવાનના દરબારમાં ચોરી, ગર્ભગૃહ સુધી ઘૂસ્યા તસ્કરો!

ભરૂચ : ભગવાનના દરબારમાં ચોરી, ગર્ભગૃહ સુધી ઘૂસ્યા તસ્કરો!

| Updated on: Mar 27, 2026 | 2:04 PM
Share

ભરૂચ શહેરમાં બેફામ બનેલા તસ્કરોએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. શહેરના સુપ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી ભગવાનના આભૂષણોની ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે.

ભરૂચ શહેરમાં બેફામ બનેલા તસ્કરોએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. શહેરના સુપ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી ભગવાનના આભૂષણોની ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે. તસ્કરો મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યા હોવાની ઘટના ગંભીર માનવામાં આવી રહી છે. બનાવ બાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દોડતી થઇ છે.

ભગવાનના આભૂષણોની ચોરી

શક્તિનાથ મહાદેવ મંદિરના પૂજારી નૈનેશ જોશીના જણાવ્યા અનુસાર રાતે બે વાગ્યા બાદ ચોરીની ઘટના બની હોવાનો અંદાજ છે. મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશેલા તસ્કરે ભગવાનના આભૂષણો સહીતની ચીજોની ચોરી કરી છે. કળિયુગમાં ભગવાનના ધામને પણ નિશાન બનાવવાની ઘટના સામે પુજારીએ રોષ સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું

દાનપેટી પણ તોડવામાં આવી

મળતી માહિતી મુજબ, અજાણ્યા તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ તેઓ ગર્ભગૃહ સુધી પહોંચ્યા અને ભગવાનનો મુગટ, જળાધારી તેમજ દાનપેટીમાં રહેલી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં આશરે રૂપિયા 3 લાખથી વધુના માલમત્તાની ચોરી થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મંદિરના સીસીટીવી બંધ હતા

આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ઘટના સમયે બંધ હાલતમાં હતા જેના કારણે તસ્કરોની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. મંદિરના પૂજારી રાત્રે લગભગ 10 વાગ્યે મંદિર બંધ કરી જતા રહ્યા હતા, ત્યારબાદ આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ આગળ વધારી રહી છે.સ્થાનિક ભક્તોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે.બનાવ સંદર્ભે ફરિયાદ દાખલ કરવા કાર્યવાહી શરૂ કરાઈ છ.

Breaking News : મારી પાસે બોમ્બ છે, તેમ એક યુવકે કહેતા જ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થઈ દોડાદોડી, જુઓ વીડિયો

 

 

Published on: Mar 27, 2026 12:13 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">