Bharuch : કાર્બન ઉત્સર્જન પર ઓક્સિજન ફેંકશે સ્વચ્છ હવા, 3 લાખથી વધુ વૃક્ષ ઉછેરવા તરફ સરકારના ડગ

|

Jun 13, 2022 | 8:59 AM

જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં જંબુસર , આમોદ , હાંસોટ સમસ્યા અને જી.આઇ.ડી.સી વિસ્તારો ધ્યાને લેતા સમગ્ર જિલ્લાએ આ અભિયાનમાં જોડાવવું જોઇએ અને પર્યાવરણની સુરક્ષા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી તેના જતનની જવાબદારીઓ લેવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી.

Bharuch : કાર્બન ઉત્સર્જન પર ઓક્સિજન ફેંકશે સ્વચ્છ હવા, 3 લાખથી વધુ વૃક્ષ ઉછેરવા તરફ સરકારના ડગ
Symbolic Image

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લામાં 73 માં વનમહોત્સવની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર ભરૂચ તુષાર સુમારેની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી . આ બેઠકમાં ભરૂચ જિલ્લાના જુદાં જુદાં વિભાગીય વડા ભરૂચ , પાલેજ , દહેજ , વિલાયત , અંકલેશ્વર , વાલીયા , ઝઘડીયા અને જંબુસર વિસ્તારના ઉદ્યોગકાર અને અગ્રણીઓ તેમજ પર્યાવરણપ્રેમી સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહયા હતા. જિલ્લા કલેક્ટરરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતું કે વન મહોત્સવની ઉજવણીનો ખરો હેતુ સિદ્ધ કરવા માઈક્રો પ્લાનિંગ અનુસાર કામગિરિ હાથ ધરવી જરૂરી છે. જિલ્લા કલેકટરે આ સંદર્ભે જરૂરી સૂચનાઓ સાથે ઉપસ્થિતોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

ઇન્ડસ્ટ્રીઝની ખાલી જગ્યાઓ , સ્ટેટ ગવર્મેન્ટની ઓફીસો , શાળાઓ અને કોલેજ, નગરપાલિકાઓના કોમન પ્લોટ , સોસાયટી , પડતર જમીન ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ હાઉસિંગ સોસાયટી કોમન પ્લોટ જેવી તમામ ખાલી જગ્યાઓમાં ભવિષ્યના આયોજનને ધ્યાને રાખીને વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. ઔદ્યોગિક પ્રદૂષણના કારણે પર્યાવરણ સાથે ખેતી ઉપર પણ તેની વિપરીત અસર જોવા મળે છેભરૂચ જિલ્લાનો મોટો વિસ્તાર દરિયા કિનારે આવેલો છે. નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિએ સમુદ્રમાં પણ પ્રદુષણ ફેલાતું હોવાનું અયોગ્ય જણાવ્યું હતું. આ પ્રદુષણ જળ સૃષ્ટિના જીવના આરોગ્યને પણ જોખમ ઉભું કરે છે તેમ તેમને ઉમેર્યું હતું.

જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં જંબુસર , આમોદ , હાંસોટ સમસ્યા અને જી.આઇ.ડી.સી વિસ્તારો ધ્યાને લેતા સમગ્ર જિલ્લાએ આ અભિયાનમાં જોડાવવું જોઇએ અને પર્યાવરણની સુરક્ષા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી તેના જતનની જવાબદારીઓ લેવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ક્ષેત્રિય કર્મચારી દીઠ 33 જેટલા દત્તક ગામો ચાલુ વર્ષે લેવામાં આવ્યાં છે.આ ઉપરાંત ૩ લાખથી વધુ રોપા વાવેતરનું આયોજન કરવામાં આવ્યુ છે . ૧૯ જેટલી સ્વૈછિક સંસ્થાઓ વન વિભાગની સાથે રહી સહ ભાગીદારીથી યોગદાન આપનાર છે .

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આવનારા સમયમાં ભરૂચને ગ્રીન જિલ્લો બનાવવા ધનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા માટે જિલ્લા ક્લેક્ટરની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ છે.કલેકટર કચેરીના સભાગૃહમાં આયોજિત બેઠકમાં વિભાગીય અધિક્ષક સાથે ભરૂચ , પાલેજ , દહેજ , વિલાયત , અંકલેશ્વર , વાલીયા , ઝઘડીયા અને જંબુસર વિસ્તારના ઉદ્યોગકાર તેમજ એનજીઓના સભ્યોએ હાજરી આપી હતી .

Published On - 8:54 am, Mon, 13 June 22

Next Article