Bharuch : નવી તરસાલી ગામના એક મકાનમાં લાગી ભીષણ આગ, 6 લોકો ગંભીર રીતે દાઝ્યાં, આગ લાગવાનું કારણ અકબંધ

|

Feb 01, 2023 | 10:14 AM

ભરુચના ઝઘડિયાના નવી તરસાલી ગામમાં મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં આગ લાગવાથી ઘરના 6 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું છે.

Bharuch : નવી તરસાલી ગામના એક મકાનમાં લાગી ભીષણ આગ, 6 લોકો ગંભીર રીતે દાઝ્યાં, આગ લાગવાનું કારણ અકબંધ
6 people seriously burnt

Follow us on

રાજ્યમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. ભરુચના ઝઘડિયાના નવી તરસાલી ગામમાં મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં આગ લાગવાથી ઘરના 6 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોને આગ લાગવાની ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં અને આગમાં દાઝેલા લોકોને તાત્કાલીક ધોરણે સારવાર માટે ભરુચની સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યાં હતાં. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલ લોકોમાં 4 બાળકો પણ દાઝ્યા હતાં. પરંતુ હજી સુધી આગ લાગવાનું કોઈ કારણ સામે આવ્યું નથી.

આ પણ વાંચો : જંબુસરમાં DJ ના કંપનથી ધરાશાયી થયેલી દીવાલ નીચે દબાઈ જવાથી મહિલાનું મોત નીપજ્યું

રાજ્યમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

શાહપુર વિસ્તારમાં આવેલી ન્યુ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગતા પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત થયુ હતું. માહિતી મુજબ પરિવાર જ્યારે ભર ઊંઘમાં સૂતો હતો ત્યારે અચાનક આગ લાગી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ થતા જ ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ત્યાં સુધીમાં તો આગમાં પરિવાર ખાખ થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરી હતી. આ અગાઉ પણ નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની આ દુર્ઘટનામાં પતિ પત્નીના મોત થયા હતા. પતિ પત્નીના મૃતદેહ હોસ્પિટલના પ્રથમ માળેથી મળી આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વડોદરામાં દશરથ વિસ્તારમાં એક વિચિત્ર દુર્ઘટના સામે આવી હતી. જેમાં પતિ-પત્નીનું મોત થયું હતું. ઘરમાં તાપણાથી થયેલા ધુમાડાના કારણે ગૂંગળામણથી દંપતીનું મોત થયું હતું. જ્યાં 49 વર્ષીય વિનોદ સોલંકી અને 47 વર્ષીય ઉષા સોલંકીએ ઠંડીથી બચવા રાત્રે પોતાના રૂમમાં તાપણું કર્યું હતું. અને થોડીવાર બાદ સૂઈ ગયા હતા. રાત્રિ દરમિયાન ધુમાડો આખા રૂમમાં ફેલાઈ ગયો હતો અને ગૂંગળામણથી દંપતી મોતને ભેટ્યા હતાં.

Next Article