BHARUCH : ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક પેપર લીક મામલે કોંગ્રેસે ધરણાં કર્યા

|

Dec 20, 2021 | 7:41 PM

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલાનો વિરોધ કરી ધરણાં પ્રદર્શન યોજી નિષ્પક્ષ તપાસ સાથે જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

BHARUCH : ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક પેપર લીક મામલે કોંગ્રેસે ધરણાં કર્યા
CONGRESS PROTESTS AGAINST RECRUITMENT EXAM PAPER LEAK

Follow us on

રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક(Recruitment Exam Paper Leak) થયા બાદ સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. સોમવારે કોંગ્રેસ(Congress)ના રાજ્યવ્યાપી ધરણાં કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ ભાજપ સરકાર ધરણાં યોજ્યા હતા.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલાનો વિરોધ કરી ધરણાં પ્રદર્શન યોજી નિષ્પક્ષ તપાસ સાથે કસુરવારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ સરકારના શાસન દરમ્યાન 7 વર્ષમાં 9 વખત પેપર લીક થયા હોવાની ઘટના ઘટી છે. વારંવાર પેપર લીક થવાની ઘટનાને ભાજપ સરકારની પેપર ફોડ યોજના તરીકે સંબોધી વિરોધ સાથે આક્ષેપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ કર્યો હતો. આ સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળ નહિ પરંતુ પેપર ફોડ મંડળ હોવાનું ફલિત થઈ રહ્યું હોવાના પણ કોંગી આગેવાનોએ ઉચ્ચાર કર્યો હતો.

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય બહાર  જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ પ્લે કાર્ડ અને બેનરો સાથે ધરણાં ઉપર બેસી પેપર લીક  મુદ્દે સૂત્રોચ્ચાર કરી ભાજપ સરકાર કૌભાંડ ચલાવી રાજ્યના લાખો બેરોજગાર યુવાનો સાથે અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તાજેતરમાં જ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાને પગલે રૂપિયા અને સમય બગાડી પરીક્ષાઓની તૈયારીઓ કરનારા ઉમેદવારોની મહેનત ઉપર પાણી રેડાયું છે ત્યારે આ પેપર લીક થવાના મુદ્દે વિદ્યાર્થીઓ પણ  વિરોધ કરી રહ્યા છે.  આજરોજ ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણાં પ્રદર્શન યોજાયું હતું અને હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાના મામલામાં જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે. આ ધરણાં કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલસિંહ રણાં, શહેર પ્રમુખ વિક્કી સોખી અને કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો : ગાંધીનગરઃ પેપર લીક મુદ્દે AAPના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ, નેતાઓની અટકાયત

 

આ પણ વાંચો :  રાજકોટઃ કોરોના કેસોને લઈને એક્શનમાં શિક્ષણ વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા શાળાઓમાં તપાસ

Next Article