ગાંધીનગરઃ પેપર લીક મુદ્દે AAPના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ, નેતાઓની અટકાયત

ગાંધીનગરઃ પેપર લીક મુદ્દે AAPના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ, નેતાઓની અટકાયત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 2:59 PM

તો બીજીતરફ ભાજપના નેતાઓનું કહેવું છે કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર, પ્રશાસન કે ભાજપને જાણ કર્યા વિના આમ આદમી પાર્ટીના કહેવાતા બધા જ નેતાઓ તેમના ગુંડાતત્વો સાથે કમલમમાં આવી પહોંચ્યા અને મિલકતને નુક્સાન કર્યું.

પેપર લીક કેસમાં હવે રાજકીય રંગ પકડાઈ ચૂક્યો છે.. ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે આજે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. સ્થિતિ ત્યાં સુધી વણસી કે પોલીસ લાઠીચાર્જ ઉપર ઉતરી આવી. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી છે. જેમાં ઘણા કાર્યકરો ઈજાગ્રસ્ત થયા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ છે કે પેપર લીક કેસમાં ભાજપના નેતાઓના નામ આવ્યા છે. તેમ છતાં કોઈને સજા ન થાય, નાની માછલીઓ પકડાય અને અસિત વોરા જેવા મોટા નેતા બિન્દાસ્ત ફરે છે. ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો કે તેઓ ભ્રષ્ટાચારના મૂળ કેન્દ્ર કમલમ ખાતે રજૂઆત કરવા આવ્યા હતા. પણ ભાજપના ગુંડાઓએ તેમની સાથે અને મહિલા કાર્યકરો સાથે ગેરવર્તન કર્યું હોવાનો ઈટાલિયાનો આક્ષેપ છે.

તો બીજી તરફ ભાજપના નેતાઓનું કહેવું છે કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર, પ્રશાસન કે ભાજપને જાણ કર્યા વિના આમ આદમી પાર્ટીના કહેવાતા બધા જ નેતાઓ તેમના ગુંડાતત્વો સાથે કમલમમાં આવી પહોંચ્યા અને મિલકતને નુક્સાન કર્યું. ભાજપના નેતા ઋત્વિજ પટેલે આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના ગુંડાતત્વોએ ભાજપના કાર્યકરો સાથે મારામારી કરી છે.. આમ આદમી પાર્ટીએ અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે.. ઋત્વિજ પટેલે કહ્યું કે તેઓ અને તેમના કાર્યકરો કાયદો હાથમાં લેવા ન માગતા હોવાથી પોલીસને જાણ કરી હતી અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે.

g clip-path="url(#clip0_868_265)">