Bharuch : ભરૂચ પોલીસે બે દિવસમાં ત્રણ શખ્શોને PASA હેઠળ જેલ ભેગા કર્યા, અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો

|

May 21, 2022 | 11:48 AM

ભરૂચ શહેર એ ડિવિઝન અને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરાયેલી કામગીરીના પગલે જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા શખ્શોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓને જૂનાગઢ , રાજકોટ અને પાલનપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

Bharuch : ભરૂચ પોલીસે બે દિવસમાં ત્રણ શખ્શોને PASA હેઠળ જેલ ભેગા કર્યા, અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો
Symbolic Image

Follow us on

ભરૂચ(Bharuch) પોલીસે બે દિવસમાં ત્રણ આરોપીઓની પાસ(PASA) ધારા હેઠળ ધરપકડ કરી જિલ્લાની અલગ – અલગ જેલમાં રવાના કર્યા છે. પાસ હેઠળની કાર્યવાહીમાં બે બુટલેગર જયારે 1 મિલ્કત સંબંધિત ગુનાઓનો આરોપી છે. ભરૂચ શહેર એ ડિવિઝન અને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરાયેલી કામગીરીના પગલે જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા શખ્શોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓને જૂનાગઢ , રાજકોટ અને પાલનપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. એકતરફ દારૂ – જુગાર સહીત સામાજિક પ્રવૃત્તિઓ ડામવા પાસા  જેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ વધુ 12 પોલીસકર્મીઓ તરફ  બદલીના આદેશ થયા છે.

પોલીસ વિરુદ્ધ વિડીયો બનાવનાર જૂનાગઢ જેલ ભેગો કરાયો

ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં દારૂની બદી ફેલવવના અને મારામારીના 5 થી વધુ ગુનાઓમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂકેલા ધ્રુવ પટેલની પાસ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ધ્રુવે પોલીસ માટે અપશબ્દો ઉચ્ચારતી એક શોર્ટ રીલ તૈયાર કરી તેને વાઇરલ કરી હતી. આ મામલો ચકચારી બન્યો હતો અને પોલીસે ધ્રુવને ઝડપી પાડવા એડી ચોટીનું જોર લગાવી દઈ તેને સુરતથી ઝડપી પાડયો હતો. ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મહાદેવ નગર સોસાયટી ભોલાવ ખાતે રહેતો ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલ વિદેશી દારૂના ઘણા ગુનાઓમાં સંડોવાયેલ હતો. આરોપી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરાઈ હતી. પાસા વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી મળતા ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ દ્રારા ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલને ઝડપી પાડી જીલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપેલ છે .

એ ડિવિઝન પોલીસે 2 લોકોની પાસા હેઠળ ધરપકડ કરી

ભરૂચ શહર એ ડિવિઝન પોલીસની હદમાં વસંતમીલની ચાલ રહેતા શૈલેષ ઉર્ફે ઇલુ વસાવાએ મારા મારી તથા મિલ્કત સબંધી ગુનાઓ દ્વારા પોલીસના નાકે દમ લાવી દીધું હતું. શૈલેષ વસાવા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરી હતી જે માન્ય રાખવામાં આવતા શૈલેષભાઇ ઉર્ફે ઇલુ અરવિંદભાઇ વસાવાને ઝડપી પાડી પાસા વોરંટની બજવણી કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસે પાસાની વધુ એક કાર્યવાહી કરી છે.ભરૂચ શહેરના બરાનપુરા ખત્રીવાડમાં રહેતા રામ સોમાભાઇ માછી વિદેશી દારૂના ઘણાં ગુનાઓમાં સંડોવાયેલો હતો. જિલ્લામાં દારૂની બદી ફેલાતી અટકાવવાની ઝુંબેશ અંતર્ગત રામ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ રવાના કરાઈ હતી. આ શખ્શ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરવાનો હુકમ જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી મળતા ભરૂચ શહેર એ ડીવી પોલીસ દ્વારા રામ સોમાભાઇ માછીને ઝડપી પાડી પાલનપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એકતરફ દારૂ – જુગાર સહીત સામાજિક પ્રવૃત્તિઓ ડામવા પાસા જેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ વધુ 12 પોલીસકર્મીઓને બદલીના દેશ થયા છે.

Published On - 11:42 am, Sat, 21 May 22

Next Article