અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો પાણી પ્રદૂષિત કરતા હોવાનો વિડીયો વાયરલ, ઉદ્યોગ મંડળે સમગ્ર ઘટના પર આપ્યો આવો જવાબ

અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો પાણી પ્રદૂષિત કરતા હોવાનો વિડીયો વાયરલ, ઉદ્યોગ મંડળે સમગ્ર ઘટના પર આપ્યો આવો જવાબ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:48 AM

અંકલેશ્વરમાં સામાજિક સંસ્થા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં ઔદ્યોગિક એકમો નદીમાં પ્રદૂષિત પાણી છોડતા હોવાથી પાણી ઝેરી ફીણ તરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Ankleshwar: અંકલેશ્વરના આમલાખાડીમાં પ્રદૂષિત પાણીનો (Polluted water) વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. આ વીડિયો એક એનજીઓએ વાયરલ કર્યો હતો. જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું. એનજીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, આ પ્રદૂષિત પાણી ઔદ્યોગિક વસાહત તરફથી આવી રહ્યું છે. જેના પગલે ચો તરફ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તો વીડિયો બહાર આવ્યા બાદ તંત્રના જાણે હોશ ઉડી ગયા હતા. અને કાર્યવાહી માટે તંત્ર દોડતું થયું હતું.

બીજી તરફ વીડિયો વાયરલ થતા ઉદ્યોગ મંડળ દ્વારા પંપિંગ સ્ટેશનની તપાસ કરવામાં આવી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, પ્રદૂષિત પાણી ઔદ્યોગિક વસાહત તરફથી છોડવામાં નથી આવ્યું. સાથે ઉદ્યોગ મંડળે આક્ષેપ કર્યો હતો કે, એનજીઓ દ્વારા બદનામ કરવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો: પંચમહાલ જિલ્લામાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તડામાર તૈયારીઓ, ગોધરા સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી

આ પણ વાંચો: 15 થી 18 વર્ષના તરૂણોના વેક્સિનેશનની ગાઈડલાઈન: જાણો કેન્દ્ર સરકારે જાહેર કરેલી મહત્વની બાબતો

g clip-path="url(#clip0_868_265)">