ભરૂચ: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ આંદોલનના ભણકારા, 15 હજાર માછીમારો બેકાર બનશે તેવી આશંકા

|

Sep 22, 2020 | 2:28 PM

મીઠા પાણીમાં ભળતી સમુદ્રની ખારાશ દૂર કરી નર્મદા નદીમાં મીઠાપાણીનું વિશાળ સરોવર બનાવવા ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણ માટે સરકાર દ્વારા દિલીપ બીલ્કોન નામની એજન્સીની નિમણુંક કરાઈ છે. પરંતુ કામગીરી શરૂ થાય તે પૂર્વે જ માછી સમાજે બેરેજ નહીં બનવા દેવાની ચીમકી ઉચ્ચારી વિવાદ ઉભો કર્યો છે. માછીમારોનું માનવું છે કે બેરેજના કારણે 15 હજાર માછીમાર […]

ભરૂચ: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ આંદોલનના ભણકારા, 15 હજાર માછીમારો બેકાર બનશે તેવી આશંકા

Follow us on

મીઠા પાણીમાં ભળતી સમુદ્રની ખારાશ દૂર કરી નર્મદા નદીમાં મીઠાપાણીનું વિશાળ સરોવર બનાવવા ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણ માટે સરકાર દ્વારા દિલીપ બીલ્કોન નામની એજન્સીની નિમણુંક કરાઈ છે. પરંતુ કામગીરી શરૂ થાય તે પૂર્વે જ માછી સમાજે બેરેજ નહીં બનવા દેવાની ચીમકી ઉચ્ચારી વિવાદ ઉભો કર્યો છે. માછીમારોનું માનવું છે કે બેરેજના કારણે 15 હજાર માછીમાર પરિવારોને ભૂખે મારવાનો વારો આવશે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

નર્મદા નદી ઉપર ભાડભૂત બેરેજની કામગીરી શરુ થાય તે પૂર્વે જ આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. ભરૂચના માછી સમાજે યોજના 15 હજાર માછીમારોને બેકાર બનાવશે તેવી આશંકા વ્યક્ત કરી વૈકલ્પિક રોજગારીની બાંહેધરી ન મળે ત્યાં સુધી બેરેજની એક ઈંટ પણ મુકવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચનો ભાડભૂત અને આસપાસનો જળ વિસ્તાર ઉંચી માંગ અને સારી આવક આપતી હિલ્સા માછલી માટે મહત્વનો છે. આ માછલી સમુદ્ર અને નર્મદાના સંગમસ્થાને મળે છે. બેરેજથી હિલસા માછલી નહીં મળવાથી માછી પરિવારોની રોજી છીનવાઈ જવાનો ભય વ્યક્ત કરી રહ્યો છે. માછીમારો અનુસાર સરકારે ભ્રામક પ્રચાર કરી ઉદ્યોગો માટેની યોજનાને પ્રજાલક્ષી દેખાડવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભરૂચ જિલ્લાના માછીમાર સમાજના પ્રમુખ કમલેશ માઢીવાળાનું કહેવું છે કે આટલી મોટી યોજના છે, ત્યારે તેના અસરગ્રસ્તોનો વિચાર કરવો જોઈએ. 15 હજાર પરિવારોની વૈકલ્પિક રોજગારીની બાંહેધરી ન મળે ત્યાં સુધી બેરેજનું કામ શરુ કરવા દેવાશે નહીં, ત્યારે સાથે માછીમાર અગ્રણી હિરલ ઢીમરએ જણાવ્યું હતું કે પ્રશ્ન 15 હજાર માછીમાર પરિવારોનો છે, તેમની સમસ્યાના નિરાકરણ વિના કામ કરવું અયોગ્ય કહેવાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નર્મદા ડેમના કારણે ડાઉન સ્ટ્રીમમાં પાણીનો પ્રવાહ ઓછો થવાથી અમાસ અને પૂનમની ભરતી સમયે સમુદ્ર 20 કિ.મીથી પણ વધુ અંતર સુધી નદીના પાણીને ધકેલી દઈ ખારાશનું સામ્રાજ્ય જમાવે છે. સમુદ્રની ઘૂસણખોરી અટકાવવા અને ડાઉન સ્ટ્રીમમાં મીઠા પાણીનું વિશાળ સરોવર બનાવવા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભાડભૂત બેરેજ યોજનાનો વિચાર મુકવામાં આવ્યો હતો. જેના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા એજન્સીની નિમણુંક કરી દેવાઈ છે અને ટૂંક સમયમાં નિર્માણકાર્ય શરુ થવાની આશા સેવાઈ રહી છે. ત્યારે માછીમારોના વિરોધ સામે પ્રજાના પ્રતિનિધિઓ યોજના પ્રજાલક્ષી હોવાના અને જિલ્લાની મીઠા પાણીની સમસ્યા મહદ અંશે હલ થવાની આશા એવી રહ્યા છે.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે ભાડભૂત બેરેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. યોજનાથી જિલ્લાનો નકશો બદલાશે સાથે ખારૂ પાણી નદીમાં પ્રવેશતું અટકવાથી મીઠાપાણીનું સરોવર મળશે. જેનો 22 ગામની 4 હજાર હેકટર જમીન અને ઉદ્યોગને લાભ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકાર યોજનાના ગુણગાન ગઈ રહી છે તો સામે માછીમાર સમાજ બેકાર બનવાનો ભય વ્યક્ત કરી આંદોલનની ચીમકી આપે છે ત્યારે આવનારા સમયમાં યોજનાનું ભાવી શું રહે છે તે જોવું રહ્યું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:19 pm, Thu, 23 July 20

Next Article