BHARUCH : કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિ વચ્ચે બાળકોને ઓફલાઈન શિક્ષણ માટે બોલાવાયા, શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી કહ્યું કાર્યવાહી માટે તૈયાર રહો
સરકારે ૧૪ વર્ષથી નાની વયના બાળકોને પણ શાળાએ ન બોલાવવા સૂચના આપી છે. બાળકોને કોરોના વેક્સીન મળી ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પરિસ્થિતિનું સર્જન થઇ શકે છે.
એક તરફ દેશભરમાં કોરોના કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે તેવામાં સંક્રમણને ફેલાતું અટકાવવા પ્રતિબંધો લાગુ કરાયા છે. સરકારે ૧૪ વર્ષથી નાની વયના બાળકોને પણ શાળાએ ન બોલાવવા સૂચના આપી છે. બાળકોને કોરોના વેક્સીન મળી ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પરિસ્થિતિનું સર્જન થઇ શકે છે.
ભરૂચના શેરપુરા રોડ ઉપર આવેલ બ્રાઇટ એન્જલ સ્કૂલ( bright angel school)માં નાના ભુલકાઓને અભ્યાસાર્થે બોલાવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ૩૧ જાન્યુઆરી સુધી શાળામાં બાળકોને નાહીબોલાવવાની સૂચનાની શાળા સંચાલો દ્વારા ઐસીતૈસી કરાઈ હતી. શાળામાં બાળકો માટે માસ્કની તકેદારી પણ ન રખાઈ જયારે સોસીયલ ડિસ્ટન્સ પણ ન હતું. ભરૂચમાં સરેરાશ દરરોજ 200 થી વધુ કોરોના કેસ નોંધાઈ રહયા છે ત્યારે બાળકોને શાળાએ મોકલનાર વાલી અને બાળકોને શાળામાં બોલાવનાર શીખશો બન્નેની બેદરકારી સ્પષ્ટ જણાઈ રહી છે.
બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી શાળાની પ્રવૃત્તિ અંગે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાને વાકેફ કરવામાં આવતા તેમણે તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતા. બીજી તરફ શાળા સંચાલકોએ તેમને શાળા બંધ રાખવાનો પરિપત્ર મળ્યો જ ન હોવાનો પોકળ બચાવ કર્યો હતો. નાના બાળકોને ઓફલાઈન શિક્ષણ ન આપવાની સ્પષ્ટ સૂચના છતાં શાળાના આ પ્રકારના બેજવબાદર વર્તન સામે આગામી દિવસોમાં તંત્ર તરફથી કાર્યવાહી કરાઈ શકે છે.
ઘટનાના પગલે એજ્યુકેશ ઇન્સ્પેકટર દિવ્યેશ પરમાર શાળા ખાતે દોડી ગયા હતા જેમણે સંચાલકોને નોટીસ ફટકારી સરકારની સૂચના છતાં શાળામા બાળકોને બોલાવવાનો જવાબ માંગ્યો છે. એજ્યુકેશન ઇન્સ્પેકટર ભરૂચ દિવ્યેશ પરમાર એ જણવ્યું હતું કે બાળકો માટે જોખમી સ્થિતિ સર્જયાનું સ્પષ્ટ થશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો : Ahmedabad: માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સતત ઘટાડો, વધુ 29 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા
આ પણ વાંચો : Bhavnagar: કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો, પણ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા માત્ર 4 ટકા