ભરૂચ : ચાંદીપુરા વાયરસ ભરડો લે તે પૂર્વે તંત્ર સતર્ક બની એક્શન પ્લાન બનાવે : કોંગ્રેસ

|

Jul 19, 2024 | 12:55 PM

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે 31 જેટલા કેસ સામે આવ્યા છે જ્યારે 19 બાળકોના મોત થયા છે. સદનસીબે ભરૂચમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી.

ભરૂચ : ચાંદીપુરા વાયરસ ભરડો લે તે પૂર્વે તંત્ર સતર્ક બની એક્શન પ્લાન બનાવે : કોંગ્રેસ

Follow us on

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે 31 જેટલા કેસ સામે આવ્યા છે જ્યારે 19 બાળકોના મોત થયા છે. સદનસીબે ભરૂચમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી.

જોકે પાણી પહેલા પાળ બાંધવાણી ઉક્તિ સાર્થક કરવી જરૂરી છે. આરોગ્ય વિભાગ અને નગરપાલિકા વહેલી તકે એક્શન પ્લાન બનાવી શહેર તેમજ જિલ્લાના તમામ ઘરોનું સર્વે કરી ત્યાં દવાનો છંટકાવ કરે તેવી માંગ ઉઠી છે.

કોઈપણ બાળક બીમાર જણાય અને તાવ આવતો હોય તો તાત્કાલિક સારવાર આપવામાં આવે તેમજ જિલ્લા અને શહેરમાં ચાલતા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મુકવામાં આવે તેવી માંગ કરાઈ છે. લોકોને સેન્ડફ્લાય માખી થી કઈ રીતે બાળકોનો જીવ લઈ રહ્યો છે તેમજ ચાંદી પૂરા વાઇરસના લક્ષણો તે થવાના કારણો વગેરે બાબતે જનજાગૃતિ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે

નગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં કચરાના ઢગલા ઉઠાવવામાં આવે નિયમિત સાફસફાઈ કરવામાં આવે અને  ખુલ્લામાં વરસાદી પાણી ભરાતું હોય એવી જગ્યાએ દવાનો છટકાવ કરવો જોઈએ તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

કોંગ્રેસે આક્ષેપ કાર્ય છે કે હાલમાં એવા કોઈ સંકેત મળી રહ્યા નથી કે તંત્ર આ બાબતે સતર્ક થયું હોય. જેથી તંત્ર જાગે અને આ બાબતની ગંભીરતા લઇ તાત્કાલિક અસરથી એવી કામગીરી કરે કે જેથી ભરૂચ શહેર અને જિલ્લાનું એક પણ બાળક ચાંદીપૂરા વાઈરસની ઝપેટમાં ન આવે તેવા પગલાં ભરાવ જણાવ્યું છે..

આ બાબતે નગરપાલિકા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, કાઉન્સિલર ઈબ્રાહીમ કલકલ, ઝુલ્ફીકાર રાજ, વિનય વસાવા, રાકેશ શુક્લા, દેવેન્દ્ર રાણા, જાકીર પટેલ, પ્રિતેશ ભગત, વસીમ પઠાણ, નવીન રાજગોર, સોયેબ સુજીનીવાલા સહીત આગેવાનોએ આરોગ્ય અધિકારી અને ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી.

ચાંદીપુરા વાયરસનું નામ શા માટે રાખવામાં આવ્યું?

4 દાયકા પૂર્વે વર્ષ 1965માં નાગપુર શહેરના ચાંદીપુરમાં એક નવા વાયરસનો પ્રકોપ અને તેનો કહેર  જોવા મળ્યો હતો. 14 થી 15 વર્ષની વયના ઘણા બાળકો આ વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે. કારણ કે આ વાયરસ દેશમાં સૌથી પહેલા નાગપુરના ચાંદીપુરા ગામમાંથી આવ્યો હતો, આ વાયરસ ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાયો.

 

આ પણ વાંચો : ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી માખી કેમેરામાં થઈ કેદ, સામે આવ્યો Video

Published On - 12:50 pm, Fri, 19 July 24

Next Article