Bhakti: આ રીતે કરો વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ, પૂર્ણ થશે તમામ અભિલાષ
Bhakti: શ્રીહરિ વિષ્ણુનું (vishnu) તો સ્મરણ માત્ર જ દરેક સંતાપોથી મુક્તિ અપાવનારું છે. એમાંય જો આસ્થા સાથે શ્રીહરિના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો શ્રદ્ધાળુઓના જીવનના તમામ કષ્ટ નષ્ટ થઈ જાય છે.
Bhakti: શ્રીહરિ વિષ્ણુનું (vishnu) તો સ્મરણ માત્ર જ દરેક સંતાપોથી મુક્તિ અપાવનારું છે. એમાંય જો આસ્થા સાથે શ્રીહરિના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો શ્રદ્ધાળુઓના જીવનના તમામ કષ્ટ નષ્ટ થઈ જાય છે. જ્યારે પ્રભુના એક ‘નામ’ માત્રમાં આટલું સામર્થ્ય હોય, ત્યારે વિચાર કરો કે તેમના ‘સહસ્ત્ર’ નામ સ્તોત્રમાં કેટલી શક્તિ હોવાની ? કહે છે કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર એટલે તો અનેક પ્રકારના તેમજ અલભ્ય ફળની પણ પ્રાપ્તિ કરાવનારો સ્તોત્ર !
હકીકતમાં વિષ્ણુસહસ્ત્રનામમાં કળિયુગના તમામ કષ્ટોને નષ્ટ કરવાની ક્ષમતા છે. આ અત્યંત કલ્યાણકારી પાઠ મનને શાંતિ પ્રદાન કરે છે. તે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારો છે. તેનામાં રોગમુક્તિનું પણ સામર્થ્ય છે. આયુર્વેદના જનક મનાતા ઋષિ ચરકે ચરકસંહિતામાં તે વિષે નોંધ્યું છે. જે અનુસાર “વિષ્ણુ રં સ્તુવન્નામસહસ્ત્રેણ જ્વરાન્ સર્વનપોહતિ । ” અર્થાત્ વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવાથી જ્વર એટલે કે તાવનો નાશ થઈ જાય છે. એટલું જ નહીં મોક્ષની કામના રાખનારાઓ માટે તો તે મુક્તિના દ્વાર પણ ખોલી દે છે.
ટૂંકમાં, એવું કશું જ નથી કે જેની પ્રાપ્તિ આપ વિષ્ણુ સહસ્ત્રનામથી ન કરી શકો. પણ, શું આપને તેના પઠનની યોગ્ય રીત ખબર છે ? બની શકે કે આપે પણ ઘણીવાર આ પાઠનો જાપ કર્યો હોય ! પણ, એ કઈ રીત છે કે જેના થકી સવિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકાય ? આવો આજે જાણીએ વિષ્ણુ સહસ્ત્ર નામ જાપની વિશેષ ફળદાયી રીત.
- જો સંકલ્પ સાથે સ્તોત્રનું પઠન કરશો તો તે અચૂક અને શીઘ્ર ફળની પ્રાપ્તિ કરાવશે.
- વિષ્ણુસહસ્ત્રનામનું પઠન કરતાં પૂર્વે તમારાં કુળદેવી કે કુળદેવતાનું અચૂક સ્મરણ કરો.
- વિધિસર પાઠ શરૂ કરતાં પૂર્વે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો. તે માટેનો ધ્યાન મંત્ર આ મુજબ છે… શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં, વિશ્વાધારં ગગનસદશં મેઘવર્ણ શુભાગંમ । લક્ષ્મીકાંતમ્ કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યમ્, વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ।।
- શક્ય હોય ત્યાં સુધી પીળા વસ્ત્રો પહેરીને વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન કરવું.
- પ્રભુને ભોગમાં ચણા-ગોળ અર્પણ કરવા અથવા પીળી મીઠાઈનો ભોગ પણ લાભપ્રદ બની રહેશે.
- ‘સહસ્ત્ર’નામના પઠન માટે ગુરુવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ મનાય છે.
- પાઠ પૂર્ણ થયા બાદ પણ શ્રીવિષ્ણુનું ધ્યાન ધરવું.
- પાઠ કરો તે દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું અને શક્ય હોય ત્યાં સુધી ગુરુવારની સાંજે મીઠું ગ્રહણ ન કરવું.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તો વિષ્ણુસહસ્ત્ર નામના પઠનથી ગુરુ ગ્રહની સ્થિતિ પણ મજબૂત બને છે. એટલું જ નહીં આ સ્તોત્રથી દરેક ગ્રહની સ્થિતિને નિયંત્રિત કરી શકાય છે. એમાંય જો આગળ વર્ણિત વિધિ અનુસાર આ પાઠનું પઠન કરવામાં આવે, તો જીવનની તમામ મુશ્કેલીઓથી મુક્ત થઈ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકાય છે.
આ પણ વાંચો દર્શનનો ‘ત્રિવેણી’ સંગમ ! બીજે ક્યાંય નહીં થાય મા આશાપુરીની આવી ‘ત્રિમૂર્તિ’ના દર્શન !