ગુજરાત વિધાનસભાના સત્ર પૂર્વે આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહેશે

ગુજરાતના વિધાનસભાનું સોમવારથી બે દિવસનું સત્ર મળી રહ્યું છે. જેના પૂર્વે આજે ભાજપ ધારાસભ્યની બેઠક મળશે. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહેશે.

ગુજરાતના વિધાનસભાનું સોમવારથી બે દિવસનું સત્ર મળી રહ્યું છે. જેના પૂર્વે આજે ભાજપ ધારાસભ્યની બેઠક મળશે. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહેશે. આ બેઠકમાં વિધાનસભા સત્રમાં વિપક્ષનો સામનો કરવા રણનીતિ ઘડવામાં આવશે. તેમજ રાજ્યના પ્રધાનોને વિધાનસભા સત્ર અંગે માહિતગાર કરાશે. આ બેઠકમાં પૂર્વ CM, પૂર્વ ડેપ્યુટી મુખ્યપ્રધાન, પૂર્વ પ્રધાનો ઉપસ્થિત રહેશે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ કસોટી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રમાં થશે. જેમાં 27 અને 28મી સપ્ટેમ્બરના રોજ મળનારા ગુજરાત વિધાનસભાના દ્વિદિવસીય ચોમાસુ સત્ર મળશે. જેમાં રાજ્ય સરકાર વિવિધ બિલ પસાર કરવાની સાથેસાથે કેટલીક નવી જાહેરાતો કરે તેવી સંભાવના છે.

વિધાનસભાના આ ચોમાસુ સત્રમાં અધ્યક્ષપદે નીમાબહેન આચાર્ય સર્વાનુમતે ચૂંટાય તેવી સંભાવના છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભાના અધ્યક્ષપદે મહિલા ચૂંટાઈ આવશે.

અગાઉ વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને સત્તાપક્ષ અને વિપક્ષી સભ્યોની બનેલી કામકાજ સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જેમા બે દિવસના કામકાજની રૂપરેખા ઘડવામાં આવી છે. સરકાર વતી વિધાનસભાના ચોમાસુ સત્રમાં ચાર બિલ  પસાર કરવામાં આવે તેવી સંભાવના છે.

ક્યા બિલ પસાર થશે

૧) ગુજરાત પ્રોફેશનલ મેડિકલ કોલેજ અને ઈંસ્ટીટ્યુશન એક્ટ

૨) ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ

૩) ગુજરાત ખાનગી યુનિવર્સીટી વિધેયક

૪) ઇંડિયન પાર્ટ્નરશીપ એક્ટ

આ પણ વાંચો :બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ, ડીસામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું સમારકામ કરવા કોંગ્રેસ ધારાસભ્યની માંગ, આંદોલનની ચીમકી

 

Click on your DTH Provider to Add TV9 Gujarati