બેંક હોય તો આવી! સાઈકલ લઈને આવતા કર્મચારીને મહિને 500 રૂપિયાનું ઈન્સેન્ટિવ

|

Sep 25, 2020 | 7:02 PM

શ્રેષ્ઠ આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે સુરતની વરાછા બેંક દ્વારા અનોખી જ પહેલ કરવામાં આવી છે. વરાછા બેંક દ્વારા બેંક પર સાઇકલ લઈને આવતા કર્મચારીઓને ઈનામના ભાગરૂપે ઈન્સેન્ટિવ આપવાનું નક્કી કર્યું છે. વરાછા કો.ઓ.બેંક પર આવતા કર્મચારીઓ જો પોતાની બાઈક કે ફોર વ્હીલને બદલે સાઈકલ લઈને આવે તો તેમને ઈન્સેન્ટિવના ભાગરૂપે દર મહિને પાંચસો […]

બેંક હોય તો આવી! સાઈકલ લઈને આવતા કર્મચારીને મહિને 500 રૂપિયાનું ઈન્સેન્ટિવ

Follow us on

શ્રેષ્ઠ આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે સુરતની વરાછા બેંક દ્વારા અનોખી જ પહેલ કરવામાં આવી છે. વરાછા બેંક દ્વારા બેંક પર સાઇકલ લઈને આવતા કર્મચારીઓને ઈનામના ભાગરૂપે ઈન્સેન્ટિવ આપવાનું નક્કી કર્યું છે. વરાછા કો.ઓ.બેંક પર આવતા કર્મચારીઓ જો પોતાની બાઈક કે ફોર વ્હીલને બદલે સાઈકલ લઈને આવે તો તેમને ઈન્સેન્ટિવના ભાગરૂપે દર મહિને પાંચસો રૂપિયા આપવાનું શરૂ કર્યું છે. બેંક દ્વારા પોતાના કર્મચારીઓ માટે એવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે બેંક નજીક 4 કે 5 કિમી વિસ્તારમાં રહેતા કર્મચારીઓએ સાઈકલ લઈને આવવું જોઈએ અને આશ્ચર્યની વચ્ચે તેના માટે બેંકના 15 જેટલા કર્મચારીઓએ સહમતી દર્શાવી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હજી પણ બીજા કર્મચારીઓ તૈયાર થઈ રહ્યા છે. આ આઈડિયા લાવવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે સાઈકલીંગ કરવાથી બેંકના કર્મચારીઓની હેલ્થ પણ જળવાઈ રહે તે ઉપરાંત પેટ્રોલ ડીઝલના ધુમાડાથી પ્રદુષણને થઈ રહેલા નુક્શાનને અટકાવવા તેમજ ઈંધણ બચાવવા પોતાનાથી બનતા પ્રયત્ન થઈ શકે. વરાછા બેંક 1995માં અસ્તિત્વમાં આવી છે અને જુદી જુદી બ્રાન્ચમાં તેના 350 કરતાં પણ વધુ કર્મચારીઓ કામ કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બેંક દ્વારા હાથમાં લેવાયેલા સાઈકલ અભિયાનનીએ હકારાત્મક અસર પડી છે કે બેંકના મેનેજરથી લઈને પટાવાળા સુધીના કર્મચારીઓ આજે પોતાની ફરજ પર આવે, ત્યારે સાઇકલ પર જ આવવાનું પસંદ કરે છે. ત્યારે પર્યાવરણ બચાવવા અને આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે આ વિચાર ખૂબ આવકારદાયક કહી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article