Bank Holiday Update: આવતા અઠવાડિયે સળંગ 4 દિવસ બેંકોમાં તાળા, જાણો ક્યાં કારણે કામકાજ રહેશે ઠપ્પ!

શું તમારે આવતા અઠવાડિયે બેંકમાં કોઈ મહત્વનું કામ છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. 23 માર્ચથી 29 માર્ચ 2026 દરમિયાન દેશના વિવિધ ભાગોમાં આ કારણે સતત રજાઓ આવી રહી છે. જાણો તમારા શહેરમાં બેંકો ક્યારે બંધ રહેશે...

Bank Holiday Update: આવતા અઠવાડિયે સળંગ 4 દિવસ બેંકોમાં તાળા, જાણો ક્યાં કારણે કામકાજ રહેશે ઠપ્પ!
Image Credit source: Freepik
| Updated on: Mar 22, 2026 | 4:08 PM

માર્ચ મહિનો આર્થિક રીતે ખૂબ જ વ્યસ્ત હોય છે, પરંતુ આ વખતે મહિનાના અંતમાં બેંકોમાં રજાઓનો લાંબો સિલસિલો જોવા મળશે. RBI ના કેલેન્ડર મુજબ, માર્ચ 2026 માં કુલ 18 દિવસ બેંકો બંધ રહેવાની છે, જેમાંથી આવતા અઠવાડિયે જ 4 દિવસ કામકાજ બંધ રહેશે.

ક્યારે અને કેમ બંધ રહેશે બેંકો? (રજાઓનું લિસ્ટ)

આવતા અઠવાડિયે નીચે મુજબના દિવસોએ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે:

  • 26 માર્ચ (ગુરુવાર): રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદ, મુંબઈ અને જયપુર સહિતના મોટા શહેરોમાં બેંકો બંધ રહેશે.
  • 27 માર્ચ (શુક્રવાર): ચૈતી દશૈંના કારણે અમુક ચોક્કસ રાજ્યોમાં સ્થાનિક રજા રહેશે.
  • 28 માર્ચ (શનિવાર): મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે.
  • 29 માર્ચ (રવિવાર): સાપ્તાહિક રજા હોવાથી દેશની તમામ ખાનગી અને સરકારી બેંકો બંધ રહેશે.

કયા શહેરોમાં વધુ અસર જોવા મળશે?

26 માર્ચના રોજ ખાસ કરીને અમદાવાદ, મુંબઈ, લખનૌ, જયપુર અને કોલકાતામાં બેંકોમાં રજા રહેશે. જ્યારે 27 માર્ચે ભોપાલ, પટના અને હૈદરાબાદ જેવા શહેરોમાં રજાની અસર જોવા મળી શકે છે. દરેક રાજ્યમાં તહેવારો મુજબ રજાઓ અલગ-અલગ હોવાથી તમારા નજીકના બેંક શાખાનો સંપર્ક કરવો હિતાવહ છે.

કઈ સેવાઓ રહેશે ચાલુ

ભલે બેંકોના દરવાજા બંધ રહે, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓનલાઈન બેંકિંગ સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે:

  • UPI અને મોબાઈલ એપ: ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકાશે.
  • ઇન્ટરનેટ બેંકિંગ: તમામ બેંકિંગ વ્યવહારો ઓનલાઈન થઈ શકશે.
  • ATM સેવા: રોકડ ઉપાડવા માટે ATM અને ડેબિટ કાર્ડ હંમેશાની જેમ ચાલુ રહેશે.

જો તમારું કોઈ કામ ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ કે બેંકમાં જઈને કરવાનું હોય, તો 23 થી 25 માર્ચની વચ્ચે જ પતાવી લેવું જોઈએ. માર્ચ એન્ડિંગ હોવાથી રજાઓના કારણે કામનું ભારણ વધી શકે છે, માટે છેલ્લી ઘડીની દોડધામથી બચો.

Cooler Care Tips : શું તમારું કૂલર પણ હવે ગરમ હવા ફેંકે છે ? સર્વિસ કરાવતા પહેલા જાણી લો એક્સપર્ટની આ એક વાત

Published On - 3:37 pm, Sun, 22 March 26

Follow Us