બનાસ ડેરીમાં દૂધની વિક્રમજનક આવક, એક દિવસમાં અધધ 90.58 લાખ લીટર દૂધની આવક
બનાસકાંઠાનની બનાસ ડેરી એશિયામાં સૌથી વધુ દૂધ મેળવતી ડેરી છે. છેલ્લા પાંચ વર્ષમાં બનાસ ડેરીના દૂધ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. અત્યાર સુધી બનાસ ડેરી ક્યારે ન આવ્યું હોય તેટલું દૂધ ગઈકાલે આવતા રેકોર્ડ બ્રેક થયો છે. બનાસ ડેરી 90.58 લાખ લીટર દૂધ ડેરીએ મેળવ્યું છે
બનાસકાંઠાની(Banaskantha) બનાસ ડેરી(Banas Dairy) ના દૂધની આવકમાં(Milk) ઐતિહાસિક વધારો થયો છે. ડેરીની સ્થાપના બાદ 90 લાખ લીટર થી વધુ દૂધ પ્રથમ વખત બનાસ ડેરી માં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી સતત બનાસ ડેરીના દૂધ માં વધારો થયો છે. તેની પાછળનું કારણ લોકો હવે ખેતી કરતા પશુપાલનને વધુ પ્રાધાન્ય આપતા હોવાથી દૂધની આવકમાં વધારો થયો છે.
દૂધની આવકમાં બનાસડેરી એશિયા ખંડમાં અવ્વલ
બનાસકાંઠાનની બનાસ ડેરી એશિયામાં સૌથી વધુ દૂધ મેળવતી ડેરી છે. છેલ્લા પાંચ વર્ષમાં બનાસ ડેરીના દૂધ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. અત્યાર સુધી બનાસ ડેરી ક્યારે ન આવ્યું હોય તેટલું દૂધ ગઈકાલે આવતા રેકોર્ડ બ્રેક થયો છે. બનાસ ડેરી 90.58 લાખ લીટર દૂધ ડેરીએ મેળવ્યું છે. બનાસ ડેરીમાં દર વર્ષે દૂધની આવકમાં વધારો થતો રહ્યો છે. બનાસકાંઠા અને તેની આસપાસના વિસ્તારોમાં પશુપાલન વધ્યું છે. ખેતી સાથે લોકો પશુપાલનને પ્રાધાન્ય આપતા થયા છે. તેના કારણે બનાસ ડેરીમાં દૂધની આવક પણ વધી છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ની સમસ્યા વિકટ બનતી જાય છે અને તેવા સમયમાં લોકોએ ખેતી કરતા પશુપાલનને વધારી રહ્યા હોવાથી પણ દૂધ ની આવકમાં વધારો થયો છે.
બનાસકાંઠામાં ઉદ્યોગ ન હોવાથી ગ્રામિણ વિસ્તારમાં રોજગારીનો વિકલ્પ બન્યું પશુપાલન
બનાસકાંઠામાં કોઈ મોટા ઉદ્યોગો નથી. પરંતુ ખેતી અને પશુપાલન પર જ લોકો નિર્ભર છે. ખેતીમાં પણ ખર્ચ વધી જવાથી હવે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા છે. બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રામિણ વિસ્તારોમાં લોકો ખેતી સાથે સંકળાયેલા છે. તે લોકો પશુપાલન અચૂક કરે છે. તેના જ કારણે બનાસડેરીની દૂધની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. બનાસ ડેરીમાં દૂધ ધરાવતા પશુપાલકોને દર પંદર દિવસે દૂધ નો પગાર મળતો હોવાથી ઘરનો ખર્ચ તેમજ જીવન ગુજરાન મુખ્ય આધાર પશુપાલન બન્યું છે. જેથી બનાસ ડેરી આજે બનાસવાસીઓ માટે જીવાદોરી સમાન બની છે.
આ પણ વાંચો : Gujarat માં કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં, 10 લાખ ડોઝ પુરા થતાં ઉજવણી કરાશે
આ પણ વાંચો : ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફારો,134 ડેપ્યુટી કલેક્ટરોની મધ્યરાત્રીએ બદલીના આદેશો