Banaskantha: મેરવાડ ગામ પાસે રખડતા ઢોરની અડફેટે સર્જાયો કારનો અકસ્માત, એકનું મોત અને બેને ગંભીર ઇજા

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુરના મેરવાડા ગામ પાસે રોડ પર એક આખલો અચાનક જ દોડી આવ્યો હતો. જેના પગલે એક કાર આખલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

Banaskantha: મેરવાડ ગામ પાસે રખડતા ઢોરની અડફેટે સર્જાયો કારનો અકસ્માત, એકનું મોત અને બેને ગંભીર ઇજા
રખડતા ઢોર (પ્રતિકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:58 AM

આખલા યુદ્ધ, રખડતા ઢોરનો ત્રાસ, આખલાનો આતંક યથાવત છે. જાણે હવે આ રોજીંદો ઘટનાક્રમ બની ગયો છે. નગર હોય કે મહાનગર શહેર હોય કે ગામડુ, રખડતા ઢોરની સમસ્યાનો વ્યાપ હવે અત્ર, તત્ર, સર્વત્ર વર્તાઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરના મેરવાડા ગામ રખડતા ઢોરનો (Stray cattle) આતંક યથાવત છે. મેરવાડ ગામ પાસે રખડતા ઢોરની અડફેટે એક યુવકનું મોત થયું છે. મેરવાડા નજીક યુવકોની કાર સાથે આખલો અથડાતાં અકસ્માત (Accident) થયો હતો. જેમાં એક યુવકનું મોત થયું જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

3 માસમાં રખડતા ઢોરને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યાં

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મેરવાડા ગામ પાસે રોડ પર એક આખલો અચાનક જ દોડી આવ્યો હતો. જેના પગલે એક કાર આખલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ કાર ઉછળી અને ઝાડીઓમાં પડી હતી. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયુ છે. કારમાં પશુપાલકો સવાર હતા અને તેઓ પરિવાર સાથે ખેતરમાં જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના એક સભ્યનું મોત થયુ હતુ. તો રખડતા ઢોરને લઈ એક અઠવાડિયામાં બીજું મોત થયું છે. 5 દિવસ અગાઉ સિસરાણા ગામના યુવકનું મોત થયું હતું. તો 3 માસમાં રખડતા ઢોરને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

વારંવાર બને છે રખડતા ઢોરની હુમલાની ઘટના

વારંવાર રખડતા ઢોરના હુમલાના કારણે અનેક લોકોને ઇજા પહોંચે છે. ઘણા લોકોને તો પોતાના અંગો પણ ગુમાવવાનો વારો આવે છે. અમદાવાદ, વડોદરા, પોરબંદર સહિત અનેક સ્થળોએ વારંવાર રખડતા ઢોરોએ લોકોને અડફેટે લીધાના સમાચાર સામે આવેલા છે. તો ઘણા લોકોએ તો રખડતા ઢોરના હુમલાના કારણે પોતાના હાથ કે આંખો ગુમાવી હોવાના કિસ્સા છે. તો ઘણા લોકોએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે રખડતા ઢોરના આતંકને ડામવા વહીવટી તંત્ર દ્વારા કોઇ કડક પગલા લેવામાં આવે તે આવશ્યક બન્યુ છે.

અગાઉ ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે માલધારી સમાજના ઉગ્ર વિરોધ બાદ આ કાયદાના અમલ પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે આ ઘટના બાદ ફરીથી લોકોમાં રખડતા ઢોરોને કાબુમાં લેવા કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">