Gujarat Video: MLA ગેનીબેન ઠાકોરે કહ્યુ-પ્રેમ લગન કરનારા મોટા ભાગના યુવાનો ક્રાઇમ સાથે સંકળાયેલા, કડક કાયદાની કરી માંગ
Banaskantha ના રૈયા ગામની યુવતીના પ્રેમલગ્નને લઈ વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બળાપો કાઢ્યો હતો. આ અંગે તેઓએ પ્રેમલગ્ન કરનારા યુવાનોને લઈ ગેનીબેને નિવેદન કર્યુ હતુ.
બનાસકાંઠા જિલ્લામાં એક પિતા પુત્રીને પ્રેમલગ્નથી અટકાવી ઘરે પરત ફરવા માટે માટે હાથ જોડીને આજીજી કરતા હોવાનુ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. આ માતા-અને પિતા કરગરવા છતાં પુત્રી પ્રેમી સાથે ચાલતી થઈ ગઈ હતી. પિતા બે હાથ જોડીને પગે લાગી રહ્યો હતો. પરંતુ પિતા પોતાની આબરુ સાચવા માટે પુત્રીને વિનંતી કરતો રહ્યો હતો. આ વિડીયો વાયરલ ખૂબ થયો હતો અને પિતાની વેદનાને લઈ તેની પર ચર્ચા પણ ખૂબ થઈ હતી.
આ દરમિયાન બનાસકાંઠાના વાવના મહિલા ધારાસભ્યએ પ્રેમલગ્ન કરનારાઓને લઈ નિવેદન કર્યુ હતુ. TV9 સાથેની વાતચીત દરમિયાન તેઓએ કહ્યુ હતુ કે, પ્રેમલગ્ન કરનારા મોટા ભાગના યુવાનો ક્રાઈમ સાથે સંકળાયેલા હોય છે. સમાજમાં જેની કોઈ ઈજ્જત ના હોય એવા લોકો જ પ્રેમ લગ્ન કરે છે. પ્રેમલગ્ન કરનારાને જાહેરમાં કડક સજા કરવી જોઈએ અને સરકારે આ માટે કડક કાયદો બનાવવો જોઈએ. ધારાસભ્ય ગેનિબેને કહ્યુ હતુ કે ક્રાઈમ સાથે સંકળાયેલા યુવાનોને કારણે અનેક પરિવાર વેરવિખેર થઈ જાય છે.
આ પણ વાંચોઃ WTC Final: ચેતેશ્વર પુજારાથી ઓસ્ટ્રેલિયાને સતાવી રહ્યો છે ડર! ઈંગ્લેંડની ધરતી પર ફાઈનલ પહેલા પ્રભાવિત કરી ચૂક્યો છે
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા