બનાસકાંઠા જીલ્લા ભાજપ કાર્યાલયના નવા ભવન નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત

|

Feb 21, 2022 | 6:21 PM

આજે યોજાયેલા જિલ્લા ભાજપના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તેમજ જિલ્લાના પ્રભારી સુરેશ શાહ અને નંદાજી ઠાકોર પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા.

બનાસકાંઠા જીલ્લા ભાજપ કાર્યાલયના નવા ભવન નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત
Khatamuhurat for construction of new building of Banaskantha district BJP office

Follow us on

બનાસકાંઠા જિલ્લામાં ભાજપનું કાર્યાલય પાલનપુર શહેરની અંદર આવેલું હોવાથી હવે ભાજપના આગેવાનો દ્વારા નવા જિલ્લા કાર્યાલય માટે પાલનપુર ડીસા હાઈવેના ચડોતર ગામ પાસે જમીન ખરીદી તેમાં ભવ્ય જીલ્લા ભાજપ સંકુલનું નિર્માણ થશે. જે માટે આજે જીલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

6 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થશે જીલ્લા ભાજપ કાર્યાલય

બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તેમજ જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. અંદાજીત 19000 ફૂટ જમીનમાં 6 કરોડથી વધુના ખર્ચે જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ થશે. અદ્યતન સાધન સુવિધાઓથી યુક્ત આ કાર્યાલયમાં કાર્યકરો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા

આજે યોજાયેલા જિલ્લા ભાજપના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તેમજ જિલ્લાના પ્રભારી સુરેશ શાહ અને નંદાજી ઠાકોર પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા. જિલ્લા ભાજપના મહામંત્રી, ઉપપ્રમુખ તેમજ વિવિધ કમિટીના હોદ્દેદારોએ જિલ્લા ભાજપના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી.

જીલ્લા ભાજપના કાર્યલાય માટે આગેવાનો અને કાર્યકરો આપશે આર્થિક સહયોગ

જિલ્લામાં ભાજપનું નવું કાર્યાલય નિર્માણાધીન છે. ત્યારે તેના નિર્માણમાં તમામ કાર્યકરો પોતાની યાથશક્તિ અનુદાન કરી શકશે. 6 કરોડ થી વધુનો ખર્ચ જ્યારે ભવન નિર્માણ પાછળ થશે. ત્યારે ભાજપના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો જીલ્લા ભાજપ કાર્યલાયના નિર્માણ માટે અનુદાન આપી રહ્યા છે. ખાતમુહૂર્ત દિવસે જ ભાજપના આગેવાનોએ મોટી સંખ્યામાં અનુદાન આપી જીલ્લા કાર્યલાય નિર્માણમાં સહયોગ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : આણંદ : ક્યાંક નથી પોલીસનો ડર તો ક્યાંક નથી પોલીસને ડર ! મહિલા પોલીસ મથકમાં 10 દિવસના ગાળામાં બે અલગ અલગ ફરિયાદો

આ પણ વાંચો : Web Series: ‘All Of Us Are Dead’નો ધમાલ: આ વેબ સિરીઝમાં શું ખાસ છે? જાણો માત્ર 5 પોઈન્ટમાં

Next Article