બનાસકાંઠાના 4 નાયબ મામલતદારને સરકારે બનાવ્યા એક દિવસના ‘નાયક’

|

Jul 01, 2022 | 6:07 PM

બનાસકાંઠાના (Banaskantha) 11 નાયબ મામલતદારને મામલતદારનું (Mamlatdar) પ્રમોશન મળ્યું છે. જેમાં 4 મામલતદાર એક જ દિવસના મામલતદાર બન્યા છે અને એક જ દિવસે મામલતદાર બની અને નિવૃત્ત થયા છે.

બનાસકાંઠાના 4 નાયબ મામલતદારને સરકારે બનાવ્યા એક દિવસના નાયક
બનાસકાંઠાના એક દિવસના 'નાયક'

Follow us on

ફિલ્મ નાયકમાં અભિનેતા અનિલ કપુરને એક દિવસના મુખ્યમંત્રીનું પદ મેળવીને નાયક બનેલા સૌ કોઇએ નીહાળ્યા જ હશે. બનાસકાંઠામાં (Banaskantha) પણ આવા એક દિવસના નાયક જોવા મળ્યા. બનાસકાંઠાના 4 નાયબ મામલતદારને (Deputy Mamlatdar) સરકારના મહેસૂલ વિભાગે ( revenue department) પ્રમોશન આપી એક દિવસના મામલતદાર બનાવાયા હતા. 4 નાયબ મામલતદારોને નિવૃત્તિના દિવસે જ પ્રમોશન આપી સરકારે કદર કરી છે. 29 તારીખે 4 નાયબ મામલતદારોને પ્રમોશન આપી અને 30 તારીખે નિવૃત્ત થતા ફિલ્મ નાયકના એક દિવસના CMની યાદ અપાવી હતી.

મામલતદારોની કદર કરવા બદલ આભાર માન્યો

બનાસકાંઠા જિલ્લાના 4 નાયબ મામલતદારને સરકારના મહેસૂલ વિભાગે પ્રમોશન આપી મામલતદાર બનાવ્યા છે જોકે સહુથી મોટી આશ્ચર્યની વાત એ છેકે પ્રમોશનમાં 4 નાયબ મામલતદાર એવા છે જેઓ નિવૃત્તિના દિવસેજ પ્રમોશન મળ્યું છે. સરકારે નિવૃત્તિના આગલા દિવસે પણ કદર કરતા તેમણે સન્માન ભેર વિદાય અપાઇ છે. તેવું કહી તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

બનાસકાંઠા મહેકમ વિભાગે કહ્યું કે, ગુજરાત સરકારે બુધવારે સાંજે નાયબ મામલતદારમાંથી મામલતદારમાં પ્રમોશન આપ્યા તે પૈકી બનાસકાંઠાના 4 નાયબ મામલતદારને પ્રમોશન મળ્યું. જે પૈકી 4 ગુરુવારે નિવૃત્ત થયા, જેમાં એચ. વી. પ્રજાપતિ જે બનાસકાંઠામાં છાપી સર્કલ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જેમને જન સંપર્ક અધિકારી, નર્મદા મામલતદાર તરીકે પ્રમોશન આપ્યું છે. જ્યારે જે. એમ. પરમાર જે ડીસા નાયબ મામલતદાર હતા, તેમને મામલતદાર ચૂંટણી કલેકટર કચેરી સાબરકાંઠામાં મામલતદારનું પ્રમોશન અપાયું હતું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સરકારે 4 અધિકારીઓની કરી કદર

જ્યારે આઈ. એમ. પટેલ કે જે દાંતીવાડા નાયબ મામલતદાર હતા. તેમને મામલતદાર, સૂઇગામ તરીકે પ્રમોશન મળ્યું હતું. જ્યારે એ.સી. સુથાર કે જે શિહોરીના નાયબ મામલતદાર હતા. તેમને પંચમહાલના જન સંપર્ક અધિકારી, મામલતદાર બનાવાયા હતા. સરકારે આ ચાર મામલતદારને 29 તારીખે પ્રમોશન આપ્યું હતું. જ્યારે 30 તારીખે પ્રમોશન પામેલા મામલતદાર રીટાયર્ડ થયા હતા. સરકારે આ અધિકારીઓની સેવાઓની કદર કરી હતી

અન્ય 7 નાયબ મામલતદારને પણ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું

1. બી. પી. કાનાબાર મામલતદાર પ્રોટોકોલ, કલેકટર કચેરી, નર્મદા
2. એચ કે પ્રજાપતિ, મામલતદાર, કલેકટર કચેરી, મહીસાગર.
3. આર આર ચૌધરી મામલતદાર, લખપત
4.આર એમ પ્રજાપતિ, મામલતદાર ચૂંટણી, કલેકટર કચેરી, કચ્છ
5.એમ એમ પ્રજાપતિ મામલતદાર, માંડવી
6.એ એમ પ્રજાપતિ મામલતદાર ચૂંટણી, કલેકટર કચેરી, છોટાઉદેપુર
7.જે એચ પાણ, મામલતદાર ભચાઉને પણ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું છે

છેલ્લા દિવસે પ્રમોશન લઈ નિવૃત્ત થતા આભાર માન્યો

નોકરીના છેલ્લા દિવસે નિવૃત્ત થનારા આઇ. એમ. પટેલે કહ્યું, સરકારે 29 તારીખે પ્રમોશન આપ્યું અને 30 મી એ સવારે મામલતદાર સુઈગામ નો ચાર્જ લીધો અને સાંજે સન્માનભેર મામલતદાર ની પોસ્ટ થી નિવૃત્ત થઈ રહ્યો છું સરકારે છેલ્લા દિવસે કદર કરી છે તેથી વધારે ખુશી છે. સરકારનો આભાર માનીએ છીએ. અમને મામલતદાર તરીકે પ્રમોશન આપવાથી સરકાર પર વધારાનો કોઈ પણ પ્રકારનો આર્થિક બોજો પડવાનો નથી.

બનાસકાંઠા કલેક્ટર દ્વારા ભાવભીની વિદાય

બનાસકાંઠાના 11 નાયબ મામલતદારને મામલતદારનું પ્રમોશન મળ્યું છે. જેમાં 4 મામલતદાર એક જ દિવસના મામલતદાર બન્યા છે અને એક જ દિવસે મામલતદાર બની અને નિવૃત્ત થયા છે. જોકે બનાસકાંઠામાં વર્ષોથી ફરજ બજાવી ચૂકેલા આ મામલતદારોની વિદાય માટે આજે કલેકટર કચેરીએ આ મામલતદારોનો વિદાય સમારંભ યોજાયો અને તેમને કરેલા કામ અને સેવાઓની કદર કરી અને તેમને ભાવભીની વિદાય આપશે

(વીથ ઇનપુટ- અતુલ ત્રિવેદી, બનાસકાંઠા)

Published On - 1:49 pm, Fri, 1 July 22

Next Article