Banaskantha : બે વર્ષ બાદ ગરબાથી ગુંજ્યો ચાચર ચોક, 1101 દીવડાની કરાઈ મહાઆરતી, જુઓ VIDEO

|

Sep 27, 2022 | 12:46 PM

પ્રથમ નોરતે (Navratri 2022) શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતુ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા જગદંબાના દર્શન માટે કતારો લગાવી હતી. પ્રથમ દિવસે અંબાજી (Ambaji) મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે ઘટસ્થાપન કરાયું હતુ.

Banaskantha : બે વર્ષ બાદ ગરબાથી ગુંજ્યો ચાચર ચોક, 1101 દીવડાની કરાઈ મહાઆરતી, જુઓ VIDEO
અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભક્તોએ રમ્યા ગરબા
Image Credit source: File Image

Follow us on

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં (Ambaji) નવરાત્રી (Navratri 2022) નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. આદ્યશક્તિની આરાધના કરવા માટે અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ગરબા રમીને ભકતોએ મા શક્તિની આરાધના કરી હતી. ભક્તોએ ચાચર ચોકમાં જ ગરબા રમ્યા હતા. કોરોના કાળના બે વર્ષ બાદ અંબાજીના ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. બીજા દિવસે પણ અંબાજીમાં ભક્તો ઉમટી રહ્યા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ખેલૈયાઓએ મન મૂકીને ગરબા રમ્યા

અંબાજીમાં પ્રથમ નોરતે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. નવયુવક પ્રગતિ મંડળના પદાધિકારીઓએ દીપ પ્રગટાવીને નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે આદિવાસી આશ્રમ શાળાની કન્યાઓ દ્વારા 1 હજાર 101 દીવડાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. માતાજીની આરતી કર્યા બાદ ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. ખેલૈયાઓએ મન મૂકીને મા અંબાના પ્રાંગણમાં ગરબા કર્યા હતાં. ખેલૈયાઓ અને ગરબા જોવા આવેલા લોકોથી ચાચરચોક ઉભરાઈ ગયો હતો.

પ્રથમ દિવસે કરાયુ હતુ ઘટસ્થાપન

પ્રથમ નોરતે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતુ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા જગદંબાના દર્શન માટે કતારો લગાવી હતી. પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે ઘટસ્થાપન કરાયું હતુ. મંદિરના પૂજારીના હસ્તે વૈદિકવિધિ મુજબ ઘટસ્થાપન કરીને જવારા વાવવામાં આવ્યા. તેમજ ઢોલના ઢબકારે માતાજીની માંડવડીઓને ચાચરચોકમાં લાવવામાં આવી. અંબાજીમાં બે વર્ષ બાદ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.. જેને પગલે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે..

Published On - 12:43 pm, Tue, 27 September 22

Next Article