મુખ્યમંત્રીએ બનાસકાંઠાથી 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

|

Jun 23, 2022 | 12:59 PM

રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતતર્ગત 32 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળનામંત્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો, અને વર્ગ 1 ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે.

મુખ્યમંત્રીએ બનાસકાંઠાથી 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
17th school entrance ceremony

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ 17માં શાળા (school)  પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠા (Banaskantha) ના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલની જેમ વાતચીત કરી હતી અને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતતર્ગત 32 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રીદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળનામંત્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો, અને વર્ગ 1 ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી. ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું. રાજ્યમંત્રી કીર્તિ સિંહ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યુ છે. રાજ્યના છેવાળાના માનવી આગળ વધે તે કામ નરેન્દ્રભાઇએ કર્યુ તે જ કામ કરવા માટે હુ અને મારી ટીમ કાર્યરત છે. શિક્ષણ, શ્વાસ અને સુરક્ષા આ પ્રાર્થમિક જરુરીયાત છે. 2003થી નરેન્દ્રભાઇએ શાળા પ્રવેત્શોત્સવની શરૂઆત કરી હતી જે બાળકો શાળા છોડીને જતા હતા તેમાં બનાસકાંઠા જિલ્લામાં 50% ડ્રોપ આઉટ રેશિયો હતો જે ઘટીને 3% થયો છે.

આજના દિવસે ગામમાં અનેરો ઉત્સાહ છે. વાલીઓ અને તમામ લોકોમાં આજે ઉત્સાહ છે. બાળકો શાળામાં કેવી રીતે ભણે છે તેનું પણ ધ્યાન રાખતા થયા છે. પહેલા એક વિદ્યાર્થી 15 દિવસ ન આવે તો કોઈ ધ્યાન નહોતા આપતા. આજે વિદ્યાર્થી એક દિવસ પણ ગેરહાજર રહે તો શિક્ષક ઘર સુધી પહોંચે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શિક્ષણની સાથે-સાથે સ્વાસ્થ્ય પણ જરૂરી બન્યું છે. સ્વાસ્થ્ય સારું હશે તો જે તે ક્ષેત્રમાં વ્યવસ્થિત કાર્ય કરી શકાશે. રાજ્ય સરકાર સતત માનનીય નરેન્દ્ર ભાઈના માર્ગદર્શનમાં કાર્ય કરી રહી છે. કોરોના મહામારીમાં મોટા મોટા દેશ હાંફી ગયા પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક સુત્રને સાર્થક કરતા કાર્યો દેશમાં થયા છે. દેશમાં દરેક લોકો સુધી રસી પહોંચાડી આ ઉપરાંત દેશમાં કોઈ માણસ ભૂખ્યો ન રહે તેના માટે પણ પૂરતા રાશનની પણ વ્યવસ્થા કરી છે. ગુજરાત સરકારે પણ આ વખતના બજેટમાં વૃદ્ધો માટે ઘરે બેઠા કોઈ પણ ટેસ્ટ કરવો હોય તે માટેની વ્યવસ્થા કરવા માટે વિચારણા કરી રહી છે.

Published On - 11:44 am, Thu, 23 June 22

Next Article